બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીને સંભાળ્યો કાર્યભાળ, અમિત શાહ-નડ્ડા હાજર

નેશનલ / ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીને સંભાળ્યો કાર્યભાળ, અમિત શાહ-નડ્ડા હાજર

Published By: Nirav Kumar

Last Updated: 05:15 PM, 15 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના કાર્યકારી અધ્યક્ષનો કાર્યભાળ સંભાળવા નીતિન નબીન દિલ્લી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના મુખ્ય કાર્યાલય પર તેમનું અમિત શાહ અને જેપી નડ્ડા સહીતના નેતાઓએ સ્વાગત કર્યું હતું.

ભાજપના કાર્યકારી અધ્યક્ષનો કાર્યભાળ સાંભળવા નીતિન નબીન દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવ અને સીનીયર નેતા વિનોદ તાવડેએ દિલ્હી એરપોર્ટ પર નીતિન નબીનનું સ્વાગત કર્યું હતું. દિલ્લીમાં આવેલા ભાજપના કાર્યાલય પર તેમનું "ભારત માતા કી જય" ના નારા સાથે કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું.

ભાજપના કાર્યાલય પર જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નીતિન નબીનનું સ્વાગત કરાયું હતું. ભાજપ મુખ્ય કાર્યાલયમાં મોટી સંખ્યામાં પાર્ટીના સાંસદો, નેતાઓ અને કાર્યકરોએ નીતિન નવીનનું સ્વાગત કર્યું હતું.

vtv app promotion

આ નવા કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન આજે પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, ગિરિરાજ સિંહ અને રવિશંકર પ્રસાદ સહીતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં જેપી નડ્ડાએ નીતિન નબીનને પાર્ટી પ્રમુખની ખુરશી પર બેસાડ્યા હતા.

વધુ વાંચો : PM મોદી આજથી 3 દેશોના પ્રવાસે, જૉર્ડનથી થશે યાત્રાની શરૂઆત, ફોકસમાં રહેશે આ મુદ્દાઓ

ઉલ્લેખનીય છે કે, નીતિન નબીન બિહાર સરકારમાં બે વખત મંત્રી અને વિધાનસભામાં પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. નીતિન નબીનના કાર્યકારી પ્રમુખ બન્યાના થોડા સમય બાદ ભાજપે બિહારના પ્રદેશ પ્રમુખના નામની પણ જાહેરાત કરી હતી. જેમાં સંજય સરાવગીને બિહારના ભાજપ પ્રમુખની જવાબદારી સોંપાઈ છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Working President BJP Head Office Nitin Nabin

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ