બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / never see face in mirror before going to bed and early morning

વાસ્તુ ટિપ્સ / રાત્રે સૂતા પહેલાં ક્યારેય ન કરતા આવાં કામ, નહીં તો ઘરમાં વધી જશે કંકાસ અને દરિદ્રતા

Bijal Vyas

Last Updated: 04:42 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા અથવા સવારે ઉઠતાની સાથે જ તમારો ચહેરો અરીસામાં જુઓ છો, તો તમારી આ આદતને તરત જ બદલી નાખો. આ કારણે ઘરમાં ઝઘડો વધી શકે છે.

  • શાસ્ત્રોમાં સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીના કેટલાક ખાસ નિયમો છે
  • રાત્રે સૂતા પહેલા અરીસો ન જોવો જોઈએ
  • અરીસો ક્યારેય પલંગની બરાબર સામે ન મૂકવો જોઈએ

Vastu Tips:સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં પૂજા અને દિનચર્યા સંબંધિત કેટલાક એવા નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરુરી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીના કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે અને તેનું પાલન કરવાથી આપણા જીવનમાં સુખ તો આવે જ છે, પરંતુ તેનાથી પૂજાનું શુભ ફળ મળે છે અને દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. આવો જ એક નિયમ શાસ્ત્રોમાં અરીસાને જોવા વિશે પણ જણાવવામાં આવ્યો છે, જો તમે તેનું ધ્યાન ન રાખો તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી ઊંઘ ન આવવાની સમસ્યા પણ થઈ શકે છે. તો આવો જાણીએ અરીસામાં જોવા સંબંધિત આ ખાસ નિયમ વિશે...

આ દિશામાં રાખશો દર્પણ તો ઘરમાં રહેશે કલેશ, જાણો અરીસાની યોગ્ય જગ્યા | set  your mirror as vastusashtra

સુતા પહેલા અરીસો ના જુઓ
રાત્રે સૂતા પહેલા અરીસો ન જોવો જોઈએ, કારણ કે વાસ્તુની દૃષ્ટિએ તેને સારું માનવામાં આવતું નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાત્રે સૂતા પહેલા અરીસો જોવાથી ખરાબ સપના આવે છે અને જો તમારા બેડરૂમમાં અરીસો હોય તો પણ રાત્રે સૂતા પહેલા તેને ઢાંકી દો જેથી સૂતી વખતે પરિવારના કોઈપણ સભ્યનો પડછાયો તેમાં ન દેખાય. આ સિવાય એવી પણ માન્યતા છે કે રાત્રે અરીસામાં જોવાથી પણ ચહેરા પર પડછાયો પડવા લાગે છે.

સવારે ઉઠીને પણ ના જુઓ અરીસો
સવારે ઉઠતી વખતે અરીસામાં પોતાનો ચહેરો ન જોવો જોઈએ. કારણ કે જાગ્યા પછી તમારા ચહેરા પર આળસ આવે છે અને તમે નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થાઓ છો. આવી સ્થિતિમાં, અરીસામાં ચહેરો જોવાથી આ નકારાત્મક ઉર્જા વધે છે અને તેના કારણે તમારો આખો દિવસ સારો પસાર થતો નથી. એટલા માટે સવારે ઉઠતાની સાથે જ અરીસો ન જુઓ. તેનાથી તમે આ સમસ્યાઓથી દૂર રહી શકો છો.

Topic | VTV Gujarati

આ બાબતોનું ખાસ રાખો ધ્યાન 

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર, અરીસો ક્યારેય પલંગની બરાબર સામે ન મૂકવો જોઈએ. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં પણ ખટાશ આવે છે.
  • બીજી તરફ જો અચાનક અરીસો તૂટી જાય તો તેનો અર્થ એ છે કે ઘરમાં કોઈ મોટી મુશ્કેલી ટળી ગઈ છે, તો તેને મોડું કર્યા વિના ઘરની બહાર કાઢી નાંખો.
  • ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં અરીસો લગાવવો જોઈએ, જો ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં અરીસો હોય તો તેને તરત જ કાઢી નાખો.
  • આ સિવાય તૂટેલા અરીસામાં ક્યારેય ચહેરો ન જોવો જોઈએ, આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ