બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Neha Kakkar dating Indian Idol contestant Vibhor Parashar after breakup with Himansh Kohli
ADVERTISEMENT
મળતી માહિતિ પ્રમાણે નેહા કક્કડ ઈન્ડિયન આઈડલ કંટેસ્ટન્ટ વિભોર પારાશરને ડેટ કરી રહી છે. નેહાએ ઈન્ડિયન આઈડલ 10 જજ કર્યું હતું. આ શોના કંટેસ્ટન્ટ વિભોર પારાશર સાથે નેહાનું નામ જોડાઈ રહ્યું છે. નેહાએ સીઝન 10ના કંટેસ્ટન્ટ વિભોર અને કુશાલ પંડિત સાથે અનેક શહેરોમાં ટૂર કરી છે. પણ મીડિયામાં ચાલી રહેલા અફેરની ચર્ચાના કારણે વિભોર અપસેટ છે.
ADVERTISEMENT
વિભોરે આ વાત અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તમારે આ વાતને અફવા ગણી લેવી જોઈએ. લોકોની વિકૃત માનસિકતા છે. તમારી અંદર ટેલેન્ટ હોટય અને કોઈ તમારી કરિયર બનાવવા મદદ કરી રહ્યું છે તો તેનો અર્થ એ નથી કે તે મારી ગર્લફ્રેન્ડ છે. તેઓએ નેહાને પોતાની પ્રેરણા ગણાવી છે અને કહ્યું કે હું વિભોર પારાશર છું તો તેમના કારણે જ છું. મને લોકો તેમના કારણે જ ઓળખે છે. સાથે મારી મહેનત પણ કામ કરે છે. અફવાઓ માટે હું કોઈ નિવેદન આપવા ઇચ્છતો નથી. તો અન્ય તરફ નેહા કક્કડ તરફથી પણ આ બાબતે કોઈ રિએક્શન જોવા મળ્યું નથી. ઈન્ડિયન આઈડલની નવી સીઝન જલ્દી શરૂ થવાની છે. અને રિપોર્ટ્સના આધારે આ વખતે જ્યૂરી પેનલમાં નેહા કક્કડ ભાગ લેશે નહીં.
ફોટો સૌજન્ય- The Wiki
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.