બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / પલ્લીની આઠમના સાંજના મનમાં બોલી જજો આ શબ્દો, ભરપૂર ધન-દોલત સાથે મળશે સ્વસ્થ્ય શરીર
Last Updated: 02:42 PM, 29 September 2025
અપાર ધન-દૌલત સાથે નિરોગી કાયા મેળવવાનું કોને ન ગમે? ગમે તેમ કરીએ તો પણ આવું શક્ય બની શકતું નથી પરંતુ નવરાત્રીના આઠમા નોરતે આ શક્ય બની શકે છે બસ તમારે ફક્ત એક નાનકડું કામ કરવાનું છે.
ADVERTISEMENT
શું હોય છે નવરાત્રીની પલ્લી
નવરાત્રીના આઠમા નોરતાને પલ્લીની આઠમ ગણવામાં આવે છે. પલ્લી એટલે માતાજીને વિશેષ ભોગ ધરાવાય છે અને આ દિવસનું ખૂબ મોટું મહત્વ હોય છે. શહેરમાં કે બીજે વસતાં લોકો પલ્લીની આઠમે પોતાના ગામ જતાં હોય છે અને પલ્લી ભરતાં હોય છે. પરંતુ શું તમને ખબર છે પલ્લીની આઠમ સંબંધિત ધાર્મિક માન્યતા પ્રવર્તી રહી છે.
ADVERTISEMENT
શું છે માન્યતા
પલ્લીની આઠમ પર એક વિશેષ માન્યતા પ્રવર્તી રહી છે. આઠમા નોરતે સાંજના સમયે કોઈ મંદિરમાં અથવા તમારા કૂળદેવીના મંદિરે જઈને એક ખાસ શબ્દોની અસર પડે છે. ધાર્મિક માન્યતા અનુસાર, સાંજના સમયે હૃદય-મનમાં ખુબ જ સારો ભાવ રાખીને જગતનું કલ્યાણ, થજો, જગતનું કલ્યાણ જજો અને હે ઈશ્વર જેને જે જોઈએ તે આપજે. પોતાના માટે કંઈ ન માગતા, બીજા માટે સારો ભાવ રાખવો, તેની જરુર અસર પડશે, આવા શબ્દો વારંવાર બોલવાથી તમારા ભાગ્યના દ્વાર ખુલે છે અને એક સારો ભાવ હૈયામાંથી ઉઠીને બ્રહ્માંડમાં વિલિન થાય છે જે સરવાળે તમને ફાયદામાં રાખે છે. આ શબ્દો બોલવાથી તમારે માટે અપાર ધન-સંપત્તિના દ્વાર ખુલે છે અને તમારુ શરીર પણ નિરોગી રહે છે.
ADVERTISEMENT
અપાર ધન-સંપત્તિના દ્વાર ખુલે છે
ADVERTISEMENT
પલ્લીમીની આઠમે મંદિરમાં શાંત-ભાવે પ્રાર્થના કરવાથી તમારે માટે અપાર ધન-સંપત્તિના દ્વાર ખુલે છે તે ઉપરાંત તમે કેટલાક વિશેષ મંત્રોનો પણ જાપ કરી શકો છો. આવું કરવાથી તમે ચોક્કસ ફાયદામાં રહેજો.
રૂપાલની પલ્લી વિશ્વભરમાં પ્રખ્યાત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં પ્રખ્યાત વરદાયિની માતાજીના મંદિરે દર વર્ષે ભરાતી પલ્લી દુનિયાભરમાં ફેમસ છે. દર વર્ષે શારદીય નવરાત્રીના નોમના દિવસે ભક્તિ અને શ્રદ્ધા સાથે વરદાયિની માતાની પલ્લી ભરવામાં આવે છે. રૂપાલ ગામની શેરીઓમાંથી માતાજીની પલ્લી યાત્રાને નીકાળવામાં આવે છે. પલ્લી યાત્રામાં ભક્તો ઘીનો અભિષેક કરે છે. ઘીના અભિષેકથી સમગ્ર ગામ ઘીથી લથપથ થઈ જાય છે. માતાજીની પલ્લી ખાસ કરીને ઘી ચડાવવાની પ્રથા માટે જાણીતી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.