બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : જુગાડબાજ! OYOમાં જગ્યા ન મળતાં કપલે ચાલુ બાઈક પર શરુ કરી ઈશ્કબાજી, કર્યો જોરદાર રોમાન્સ
Last Updated: 01:16 PM, 29 September 2025
બાઈક પર ખુલ્લેઆમ રોમાન્સ કરી રહેલા એક કપલનો વીડિયો વાયરલ થયો છે. જણાવાઈ રહ્યું છે જે કે તેમને ઓયોમાં જગ્યા ન મળતાં ચાલુ બાઈક પર ઈશ્કબાજી શરુ કરી હતી.
ADVERTISEMENT
हद है... क्या कहेंगे?#राजस्थान : बाइक की पेट्रोल टंकी पर बैठी लड़की. बीच सड़क चल रहा युवक-युवती का रोमांस. अजमेर पुलिस वीडियो की जांच में जुटी!#rajasthan | #video | #india #ncrpatrika #ViralVideos #RajasthanPolice #bike pic.twitter.com/xMD97vDZ0Q
— NCR पत्रिका (@ncrpatrika) September 26, 2025
ચાલુ બાઈક પર કપલની ઈશ્કબાજી
ADVERTISEMENT
પ્રેમમાં પડેલાં લોકો એકાંત માણવાનો ઉપાય શોધી જ કાઢતાં હોય છે. તાજેતરમાં ઓયોમાં જગ્યા ન મળતાં એક કપલે ચાલુ બાઈક પર ઈશ્કબાજી શરુ કરી દીધી હતી. રાજસ્થાનના અજમેર હાઇવેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો બાદ, જિલ્લા પોલીસ સક્રિય થઈ ગઈ છે. બાઇકની ઓળખ કરવા અને કડક કાર્યવાહી કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.
યુવાને પ્રેમિકાને ટાંકી પર પોતાની સામે બેસાડી
ADVERTISEMENT
એક યુગલ હાઇવે પર બાઇક ચલાવતું દેખાય છે. છોકરાએ છોકરીને ખોટી દિશામાં મુખ રાખીને બાઇકની ટાંકી પર બેસાડી હતી. આ દંપતીને જોઈને પસાર થતા લોકો ગુસ્સે ભરાયા હતા, જેમણે પોતાના જીવન તેમજ હાઇવે પર મુસાફરી કરતા અન્ય લોકોના જીવનને જોખમમાં મૂક્યું હતું. જણાવાઈ રહ્યું છે કે આ કપલે તાજેતરમાં ઓયોમાં સ્પેસ માટે અરજી કરી હતી પરંતુ જગ્યા ન મળતાં હાઈવે પર ઈશ્કબાજી શરુ કરી હતી.
રાહદારીએ મોબાઈલમાં રેકોર્ડ કર્યું કૃત્ય
ADVERTISEMENT
જ્યારે યુગલ અજમેર હાઇવે પર રોમેન્ટિક સ્ટંટ કરી રહ્યું હતું, ત્યારે એક રાહદારીએ તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. વીડિયોથી ડરીને, છોકરી વારંવાર પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતી હતી.
ADVERTISEMENT
પોલીસે શું કરી કાર્યવાહી
આ વીડિયો સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. અધિક પોલીસ અધિક્ષક હિમાંશુ જાંગીડે અલવર ગેટ અને આદર્શ નગર પોલીસ સ્ટેશનોને બાઇક સવારની ઓળખ કરવા અને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.