બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Nautam Swami justified the mural painting of Hanumanji in Salangpur

વિવાદનો મધપૂડો / 'સ્વામિનારાયણએ ભગવાન છે હનુમાનજીએ પણ..' નૌતમ સ્વામીએ સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રને યોગ્ય ઠેરવ્યું

Vishal Khamar

Last Updated: 11:14 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુરમાં હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દેખાડી તેઓનું અપમાન કરવાનાં મુદ્દે છેલ્લા બે દિવસથી ગુજરાતનાં સંતો, મહંતો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ બાબતે પ્રથમ વખત સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે.

  • સાળંગપુર હનુમાનજીના વિવાદિત ચિત્ર મુદ્દે સ્વામિનારાયણનાં નૌતમ સ્વામીની પ્રતિક્રિયા
  • સ્વામિનારાયણએ ભગવાન છે: નૌતમ સ્વામી
  •  સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છેઃ નૌતમ સ્વામી

 સાળંગપુરમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મુદ્દે સ્વામીનારાયણ સંપ્રદાયનાં નૌતમ સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં નૌતમ સ્વામીએ જણાવ્યું છે કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજને વડતાલ સંસ્થા દ્વારા જે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે.  મોટી મૂર્તિ હનુમાનજીની ત્યાં સ્થાપવામાં આવી છે. તેમજ સંપ્રદાયનાં સ્વામિનારાયણ ભગવાનનાં એશ્વર્યને પણ ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.  સ્વામીનારાયણ ભગવાન છે. ત્યારે આ બાબતે કોઈએ વ્યક્તિગત ચર્ચાઓ કરવી હોય તો પણ કરી શકે છે.  આપણા સંપ્રદાયમાં ક્યારેય કોઈ ભગવાન અને ભગવાનનાં અવતારો એનું ક્યારેય કોઈ દિવસ અપમાન કરવાનો પણ હેતુ હોતો નથી છે નહી અને હતો પણ નહી. 

સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છેઃનૌતમ સ્વામી
સ્વામિનારાયણ ભગવાન છે અને તેમનાં કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે.  ભગવાનનાં જેટલા પણ અવતારો થયા ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે.  સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. એ આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે.  સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી. 

ભગવાનની વાતને જો કોઈ પણ ટાળવાનો પ્રયત્ન કરતો હોય તો એ વ્યાજબી નથીઃ નૌતમ સ્વામી
ક્યારેય કોઈ દેવી દેવતાઓનું અપમાન સંતો કરતા હોય તો તે ઝરા પણ ગ્રાહ્ય નથી. પણ એની સાથે સાથે સ્વામિનારાયણએ ભગવાન છે. અને ભગવાનની વાતને જો કોઈ પણ ટાળવાનો પ્રયત્ન કરતો હોય તો એ વ્યાજબી નથી. તેમજ માફ કરવા માટે પણ યોગ્ય નથી. હું સ્વામીનારાયણ ભગવાનને પ્રાર્થનાં કરૂ છું.  આપણા સૌ સમાજનાં સત્સંગીઓએ આ બાબતની અંદર નીડર રહેવું. ક્યારેય પણ કોઈ પાજી પાલવની છાયામાં દબાવવું નહી.કોઈ પણ વાત કરે તો સ્વામીનારાયણ ભગવાનનાં શાસ્ત્રોનાં આધારે એને જવાબ આપવો.  સત્સંગી જીવન,  વચનામૃત અને શિક્ષા પત્રી એ આપણું લેન્ડ માર્ક છે. 

બધા સંપ્રદાયોએ એક થવાની જરૂર છે, નહી કે અંદરો અંદર એકબીજાનાં ટાંટિયા ખેંચની પ્રવૃતિ કરવાનો
સ્વામીનારાયણનાં સંપ્રદાયે ગુજરાતને ઘણું બધુ આપ્યું છે. આપણે ડંકાની ચોટ ઉપર કહી શકીએ છીએ. સૌ સંતોને પણ હું વિનંતી કરૂ છું કે આપણૈ સૌ સંતોએ સાથે મળી અને તમામ 127 જેટલા હિદું  સંપ્રદાયો આપણી સનાતન વૈદિક પરંપરાનાં છે. એ સૌએ સાથે મળી આપણા હિદું, સનાતન,  ધર્મને મજબૂત કરવાની જરૂર છે.  કોઈ માણસો હિંદુ સનાતન વૈદિક સનાતન સંપ્રદાયને જ્યારે હિદું ધર્મને જ્યારે નુકશાન કરતા હોય અને એવી પરિસ્થિતિમાંથી જ્યારે ભારતીય સંસ્કૃતિ પસાર થઈ રહી છે. ત્યારે બધા સંપ્રદાયોએ એક થઈ એનો સામનો કરવાની જરૂર છે નહી કે અંદરો અંદર એકબીજાનાં ટાંટિયા ખેંચની પ્રવૃતિ કરવાનો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ