બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પૂરપાટ આવેતો ટ્રક કાર પર કાળ બનીને ટ્રાટક્યો, છ લોકોના મોત

ભયાનક / પૂરપાટ આવેતો ટ્રક કાર પર કાળ બનીને ટ્રાટક્યો, છ લોકોના મોત

Jay Bhatt

Last Updated: 06:07 AM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં એક પછી એક ભયાનક અકસ્માતની ઘટનાઓ બની રહી છે. રાજસ્થાનમાં બે અને તેલગાણામાં એક બાદ ફરી એકવાર ભીષણ અકસ્માતની ઘટના બની છે, જેમાં છ લોકોના મોત થયા છે.

Road Accident : દેશમાં હાલના દિવસોમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. માર્ગો પર વધતી વાહન સંખ્યા, બેદરકારીભર્યું ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન ભીષણ અકસ્માતોનું કારણ બની રહી છે.

ભયાનક અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો

સોમવારે મોડી રાતે રાત્રે 10 વાગ્યે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના દેવા-ફતેહપુર રોડ પર કલ્યાણી નદીના પુલ પાસે, એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કારને જોરદાર ટક્કર મારતા ભયાવહ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો.

મુખ્યમંત્રીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું

આ અકસ્માત બારાબંકીના દેવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કુટલુપુર ગામ પાસે થયો હતો. કાર નવી હતી અને હજુ સુધી નંબર પ્લેટ પણ નહોતી. મુખ્યમંત્રીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને તપાસના આદેશ આપ્યા છે.

vtv app promotion

કારમાં સવાર લોકોમાં બાળક અને વૃદ્ધનો થયો બચાવ

કારમાં આઠ લોકો સવાર હતા, જેમાંથી છ લોકોના મોત થયા છે, જ્યારે એક 15 વર્ષનો બાળક અને એક વૃદ્ધ વ્યક્તિની હાલત ગંભીર જણાવાય રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તેમજ તંત્ર દોડી ગયુ હતું. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

જયપુરમાં અકસ્માતમાં 11 લોકોના મોત

જયપુરના હરમારા વિસ્તારની લોહા મંડી રોડ પર એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત થયો, જેણે આખા શહેરને હચમચાવી નાખ્યું. એક ઝડપી અને અનિયંત્રિત ડમ્પર ટ્રક અચાનક નિયંત્રણ ગુમાવી બેઠો અને એક પછી એક 17 વાહનોને જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

તેલંગાણામાં ડમ્પર અને બસની ભીષણ ટક્કર

તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. ચેવેલા મંડલના ખાનપુર ગેટ પાસે એક રાજ્ય પરિવહન નિગમ (TGSRTC) ની બસ અને એક ડમ્પર વચ્ચે સામસામે ભયાનક અથડામણ થતાં 17 લોકોના દુઃખદ મોત થયા હતા, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

વધુ વાંચો : વધુ એક ભીષણ દુર્ઘટના, ભયાવહ્ હિમસ્ખલનથી 7ના મોત, અનેક ગુમ

જોધપુરમાં રવિવાર બન્યો હતો ગોઝારો

રવિવારે સાંજે જોધપુરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. માટોડા નજીક એક ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ટ્રક વચ્ચે અકસ્મત થયો હતો. આ અકસ્માતમાં પંદરથી વધુ લોકોના મોત થયા. ફલોદીના પોલીસ અધિક્ષક કુંદન કંવરિયાએ મૃત્યુની પુષ્ટિ કરી છે. પીડિતો કોલાયત મંદિરના દર્શન કરીને જોધપુર પરત ફરી રહ્યા હતા. બધા મૃતકો જોધપુરના સુરસાગરના રહેવાસી હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

barabanki uttar-pradesh road accident
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ