ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પોતાના જ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, અરવલ્લી ગિરિમાળા વિવાદમાં મોટો આદેશ

BIG BREAKING / પોતાના જ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, અરવલ્લી ગિરિમાળા વિવાદમાં મોટો આદેશ

Published By: Priykant Shrimali

Last Updated: 01:01 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court on Aravalli : સુપ્રીમ કોર્ટે અરવલ્લી કેસમાં પોતાના નિર્ણય પર રોક લગાવી, સરકાર પાસેથી ખાણકામ અંગે સ્પષ્ટ માહિતી માંગી

ADVERTISEMENT

Supreme Court on Aravalli : અરવલ્લી પર્વતમાળા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે સુપ્રીમ કોર્ટમાં અરવલ્લી પર્વતમાળા સંબંધિત ખાણકામ મામલે સુનાવણી યોજાઈ. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ કેસ સાંભળ્યો. નોંધનીય છે કે, ભૂતપૂર્વ વન સંરક્ષણ અધિકારી આર.પી. બલવાને પણ આ મામલે અરજી દાખલ કરી છે.

અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર ચિંતાઓ

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને અનેક ટેકનિકલ મુદ્દાઓ અંગે માહિતી આપવા કહ્યું છે. ખાસ કરીને ખાણકામની પર્યાવરણીય અસર, પર્વતની વ્યાખ્યા અને સંરક્ષણની ટકાઉપણું અંગે તપાસ માટે, કોર્ટે એક ઉચ્ચ-સ્તરીય નિષ્ણાત સમિતિ બનાવવાની સૂચના આપી છે. આ સમિતિ નિષ્પક્ષ રીતે તમામ પાસાઓની વ્યાપક ચકાસણી કરશે અને તેની ભલામણો સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ અમલમાં આવશે.

આ પણ વાંચો : જો અરવલ્લી ન રહી તો શું થશે? 5 બાબતોમાં સમજો અસલી ખતરો, ભારતને ભારે પડશે

20 નવેમ્બરના આદેશ પર રોક

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, અરવલ્લી સંબંધિત 20 નવેમ્બરના આદેશનો અમલ આગામી સુનાવણી સુધી નહીં કરવામાં આવે. આગામી સુનાવણી 21 જાન્યુઆરી, 2026 નક્કી કરવામાં આવી છે. ત્યાં સુધી યથાવત સ્થિતિ જ રહેશે.

આ પણ વાંચો : માત્ર 4 રાજ્યો જ નહીં, હિમાલય પર પણ અરવલ્લી ધર્મ સંકટનો ખતરો!

સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, 20 નવેમ્બરના કેટલાક નિર્ણયો ખોટી રીતે રજૂ થયા છે અને તે પહેલા સ્પષ્ટતા જરૂરી છે. ખાસ કરીને પર્વતની વ્યાખ્યા, 500 મીટરથી વધુ અંતર, ખાણકામ પર પ્રતિબંધ કે પરવાનગી અને તેની કવાયત અંગે સ્પષ્ટતા જરૂરી છે.

આ પણ વાંચો : કુલદીપ સેંગરને જેલમાં જ રહેવું પડશે, હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ મામલે સંપૂર્ણ તપાસ જરૂરી છે. નિષ્ણાત સમિતિ આ મામલે એક નક્કર યોજના તૈયાર કરશે, જે પર્યાવરણની હિતની દૃષ્ટિથી યોગ્ય હશે અને કોર્ટની મંજૂરી પછી જ અમલમાં આવશે. આ પ્રક્રિયામાં જાહેરની સલાહ પણ લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aravalli Range News Aravalli Range Supreme Court

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ