ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મધરાત્રે સોનિયા ગાંધીની તબિયત બગડતા દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ, જાણો હેલ્થ અપડેટ
Last Updated: 06:57 AM, 25 March 2026
ADVERTISEMENT
Sonia Gandhi Health Update : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત મંગળવારે મોડી સાંજે અચાનક બગડતા તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. માહિતી મુજબ ફેફસાં સંબંધિત સમસ્યાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. તેમની સારવાર ડોક્ટર અરૂપ બાસુની દેખરેખ હેઠળ ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, હાલ તેમની તબિયત સ્થિર છે અને ચિંતા કરવાની જરૂર નથી.
ADVERTISEMENT
હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમના પરિવારજનો પણ તેમને મળવા પહોંચ્યા હતા. તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા વાડ્રા હોસ્પિટલમાં મુલાકાતે ગયા હતા. આ પહેલા પણ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે ડોક્ટરો દ્વારા ઠંડી અને વાયુ પ્રદૂષણને કારણભૂત ગણાવવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચો : આઠ કલાક પહેલા ટિકિટ રદ કરવા પર કોઈ રિફંડ નહીં... ભારતીય રેલવેએ નિયમોમાં ફેરફાર કર્યા
નોંધનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં સોનિયા ગાંધી 79 વર્ષના થયા હતા. તેઓ હાલમાં રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે અને રાજસ્થાનમાંથી ચૂંટાયા છે. રાજકારણમાં તેમનું લાંબું અને મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે પાંચ વખત લોકસભાના સાંસદ તરીકે સેવા આપી છે અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે પણ લાંબા સમય સુધી કાર્યભાર સંભાળ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ પાર્ટીએ અનેક મહત્વપૂર્ણ સમયગાળો જોયો છે. હાલમાં તેમની તબિયત અંગે સકારાત્મક માહિતી મળી રહી છે અને ડોક્ટરો સતત તેમની દેખરેખ રાખી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ