બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ચૂંટણી પુરી સંબંધ પણ પુરો, કોંગ્રેસનાં દિગ્ગજ નેતાએ સાંજે રાજીનામું આપી દીધું

National / ચૂંટણી પુરી સંબંધ પણ પુરો, કોંગ્રેસનાં દિગ્ગજ નેતાએ સાંજે રાજીનામું આપી દીધું

Nidhi Panchal

Last Updated: 08:42 PM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં કોંગ્રેસ માટે એક મોટો રાજકીય ઝટકો આવ્યો છે. વર્ષોથી પાર્ટીના વફાદાર ગણાતા વરિષ્ઠ નેતા શકીલ અહેમદે અચાનક પોતાનું રાજીનામું આપી દેતા રાજકીય ગલિયારામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી શકીલ અહેમદે આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું સીધું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સુપરત કર્યું છે. શકીલ અહેમદ હાલ બિહાર કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા હતા અને આવનારી કડવા વિધાનસભા બેઠકમાંથી ઉમેદવાર પણ ગણાતા હતા.

shakeel-ahmeed

અહેવાલો મુજબ, શકીલ અહેમદ રાજ્ય કોંગ્રેસ એકમની અંદરની રાજનીતિ અને ટિકિટ વિતરણની પ્રક્રિયાથી ખૂબ જ નાખુશ હતા. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં આ રાજીનામું કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે પક્ષ રાજકીય રીતે પોતાનું સ્થાન મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. શકીલ અહેમદે રાજીનામા બાદ જાહેર કર્યું કે, “હું મારા કેટલાક સહયોગી નેતાઓ સાથેના મતભેદોને કારણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યો છું. છતાં પણ હું કોંગ્રેસની નીતિઓ અને સિદ્ધાંતોને ટેકો આપતો રહીશ. મેં ફક્ત પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે, વિચારધારા પરથી નહીં.”

vtv app promotion

શકીલ અહેમદે અગાઉ યુપીએ સરકારમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ કોંગ્રેસમાં સંસ્થાગત રાજકારણના અનુભવી અને વિચારશીલ નેતા તરીકે ઓળખાતા હતા. તેમનું અચાનક રાજીનામું પક્ષની અંદર ચાલી રહેલા અસંતોષ અને આંતરિક મતભેદોની ઝાંખી આપે છે.

આ પણ વાંચો : IAS કપલની બબાલ જાણશો તો ચોંકી ઉઠશો, જાસુસી કેમેરા, ઘરેલૂ હિંસા અને અપહરણ

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે શકીલ અહેમદ જેવા અનુભવી નેતાનો બહાર નીકળવું બિહાર કોંગ્રેસ માટે આવનારી ચૂંટણીમાં મોરાલ ડાઉન કરાવનાર ઘટના બની શકે છે. હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ આ રાજીનામા બાદ પાર્ટી એકતાને કેવી રીતે જાળવે છે અને અસંતોષનો સામનો કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress Bihar Politics Shakeel Ahmed
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ