બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / IAS કપલની બબાલ જાણશો તો ચોંકી ઉઠશો, જાસુસી કેમેરા, ઘરેલૂ હિંસા અને અપહરણ

National / IAS કપલની બબાલ જાણશો તો ચોંકી ઉઠશો, જાસુસી કેમેરા, ઘરેલૂ હિંસા અને અપહરણ

Nidhi Panchal

Last Updated: 09:25 PM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

“બ્યુરોક્રેસીમાં ઉથલાવો! બે IAS અધિકારીઓ વચ્ચેના ઘેરલા ઝઘડાએ આખા રાજસ્થાનને હચમચાવી દીધું…” એક અધિકારીએ બીજાપર હિંસા, ધમકીઓ અને સરકારી સંસાધનોના દુરુપયોગના ગંભીર આરોપો લગાવ્યા છે…”

રાજસ્થાનની વહીવટી વ્યવસ્થામાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે રાજ્યના બે IAS અધિકારીઓ વચ્ચે ઘેરલો વિવાદ હવે પોલીસ સુધી પહોંચી ગયો છે. નાણા વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે કાર્યરત IAS અધિકારી ભારતી દીક્ષિતે તેમના પતિ, IAS અધિકારી આશિષ મોદી વિરુદ્ધ ઘરેલુ હિંસા, ધમકીઓ અને સરકારી સંસાધનોના દુરુપયોગના ગંભીર આરોપો લગાવતાં FIR દાખલ કરી છે. આ FIR 7 નવેમ્બર, 2025ના રોજ જયપુરના SMS હોસ્પિટલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.

IAS-2

ભારતી દીક્ષિતનો આરોપ છે કે તેમના પતિએ વર્ષોથી તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે. સાથે સાથે તેમણે તેમના પર જાસૂસી કરવા માટે સરકારી સાધનોનો ઉપયોગ કર્યો હોવાનું પણ જણાવ્યું છે. પોલીસએ ભારતીય દંડ સંહિતા (IPC) અને માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. ભારતી દીક્ષિતે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે 2014માં, જ્યારે તેમના પિતા કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા, ત્યારે આશિષ મોદીએ તેમની ભાવનાત્મક નબળાઈનો લાભ લઈને બળજબરીથી લગ્ન કર્યા. મોદીએ પોતાના વિશે ખોટી માહિતી આપી હતી. લગ્ન પછી તેનું વર્તન હિંસક બન્યું. તે વારંવાર દારૂ પીધેલો રહેતો અને ગુનેગારો સાથે જોડાણ રાખતો હતો.

IAS-3

વર્ષમાં જ હિંસાની ઘટનાઓ વધી ગઇ હતી

તેઓએ કહ્યું કે લગ્ન પછીના વર્ષોમાં હિંસાની ઘટનાઓ વધી ગઈ. નાની બાબતો પર પણ આશિષ મોદી ગુસ્સે થઈ જતા અને હુમલો કરતા. 2018માં, તેમની પુત્રીના જન્મ બાદ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. દીક્ષિત કહે છે કે તે સમયે તેમને જયપુર છોડવું પડ્યું, પરંતુ પ્રસૂતિ રજા પૂરી થયા પછી પાછા ફરતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ.

vtv app promotion

તેણીએ દાવો કર્યો કે ઓક્ટોબર 2025માં, આશિષ મોદી એક સાથી સાથે આવ્યો અને તેને સરકારી વાહનમાં બળજબરીથી લઈ ગયો. રસ્તામાં તેણે કલાકો સુધી તેણે બંધક બનાવી રાખી અને બંદૂક તાકી ધમકી આપી કે જો છૂટાછેડા માટે સંમત નહીં થાય તો તે તેને અને તેના પરિવારને મારી નાખશે.

ગંભીર આરોપ

ભારતી દીક્ષિતે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે તેના પતિએ તેના રૂમમાં છુપાયેલા કેમેરા લગાવ્યા અને મોબાઈલ હેક કરીને ગુપ્ત સરકારી દસ્તાવેજો મેળવવાનો પ્રયાસ કર્યો. તેણીએ કહ્યું કે આશિષ મોદીએ પોતાના અધિકારનો દુરુપયોગ કરીને સરકારી સંસાધનોને વ્યક્તિગત સ્વાર્થ માટે વાપર્યા. તેના જણાવ્યા અનુસાર, આશિષ મોદી સાથે સુરેન્દ્ર વિશ્નોઈ અને આશિષ શર્મા નામના બે અધિકારીઓ પણ સંડોવાયેલા છે. દીક્ષિતે પોલીસ સુરક્ષાની માંગણી કરી છે અને કહ્યું છે કે તેમને પોતાના જીવનને ખતરો છે.

આ પણ વાંચો : નીતિશ કુમારે ફરી સાબિત કર્યું રાજનીતિનું ફિનિક્સ પક્ષી છે, એક્ઝિટ પોલમાં ક્લિયર મેસેજ

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બધા આરોપોની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. આ આખી ઘટના રાજસ્થાનની અમલદારશાહીમાં મોટો ઝટકો સાબિત થઈ છે. 2014 બેચના આ IAS દંપતી વચ્ચેનો વિવાદ હવે માત્ર એક ઘરેલુ મામલો નથી રહ્યો, પરંતુ વહીવટી ઈમાનદારી અને સંસ્થાની પ્રતિષ્ઠા માટે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IAS couple domestic violence case Rajasthan
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ