બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:15 PM, 11 November 2025
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટેના વિવિધ સર્વે એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવ્યા છે અને મોટાભાગના સર્વેમાં NDA ગઠબંધનને બહુમતી મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. એક્ઝિટ પોલ મુજબ NDA ને 145 થી 150 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે મહાગઠબંધનને 85 થી 95 બેઠકો, જનસુરાજને 0 થી 5 બેઠકો, અને અન્યને 5 થી 10 બેઠકો મળવાની શક્યતા છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે આ સર્વે મુજબ નીતિશ કુમારની JDU સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી રહી છે.
ADVERTISEMENT

ચૂંટણીના બંને તબક્કામાં ભારે મતદાન બાદ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ અને જનસુરાજના નેતા પ્રશાંત કિશોર સતત પોતાની જીતના દાવા કરી રહ્યા હતા. પરંતુ એક્ઝિટ પોલના પરિણામોએ તેમની બધી આશાઓ પર પાણી ફેરવી દીધું છે. બીજી તરફ, નીતિશ કુમાર 20 વર્ષથી વધુ સમય સુધી સત્તામાં રહીને પણ રાજકારણના “ફિનિક્સ” તરીકે ઉભરી આવ્યા છે — જે હંમેશા પડકારો વચ્ચે ફરી ઉડાન ભરે છે.
ADVERTISEMENT
ફિનિક્સનો અર્થ પુનર્જન્મ અને નવી શરૂઆતનો પ્રતીક છે અને નીતિશ કુમારની રાજકીય સફર પણ કંઈક એવી જ રહી છે. વિદ્યાર્થી રાજકારણથી શરૂઆત કર્યા પછી તેમણે સતત બે હારનો સામનો કર્યો હતો. પરંતુ 1985માં પત્ની મંજુના ઘરેણાં વેચીને હરનૌતથી ચૂંટણી લડી અને જીત મેળવી. ત્યારથી તેમણે પાછું વળીને જોયું જ નહીં. લાલુ પ્રસાદ યાદવથી અલગ થઈને તેમણે નવી સમતા પાર્ટી અને બાદમાં JDUની રચના કરી. પછી 2005માં ભાજપ સાથે ગઠબંધન કરીને લાલુ–રાબડી સરકારને ઉથલાવી પાડી.
ADVERTISEMENT

2015માં ભાજપથી અલગ પડ્યા બાદ નીતિશ કુમારની પાર્ટી માત્ર બે બેઠકો પર સીમિત રહી. પરંતુ તેમણે હાર માન્યા વિના ફરી લાલુ અને કોંગ્રેસ સાથે જોડાણ કર્યું અને ભાજપને ભારે પરાજય આપ્યો. 2020ની ચૂંટણીમાં તેમનું ગઠબંધન નબળું પડ્યું હતું, છતાં 2024ની લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીએ 12 સાંસદો જીત્યા અને એનડીએ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો : Bihar Exit Poll Result 2025 Live: મોટા ભાગનાં પોલમાં NDA સરકાર, ફીર એકબાર નીતિશ કુમાર
બધા સર્વેનો માહોલ સ્પષ્ટ છે – બિહારની જનતા ફરી નીતિશ કુમાર પર વિશ્વાસ મૂકી રહી છે. વિપક્ષના તમામ દાવાઓ છતાં, નીતિશ કુમાર ફરી એકવાર સાબિત કરી રહ્યા છે કે તેઓ રાજકારણના સાચા “ફિનિક્સ” છે – જે હંમેશા હાર બાદ વધુ મજબૂત બનીને પાછા આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.