બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:15 PM, 12 November 2025
બિહાર વિધાનસભા ચૂંટણીનું બીજા તબ્બકાનું વોટિંગ પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા છે. રાજ્યમાં રેકોર્ડ બ્રેક વોટિંગથી સ્પષ્ટ પણે લોકોએ કોઈ એક પક્ષને સત્તા સોંપવાનો નિર્ણય કરી લીધો છે. MATRIZE-IANS ના એક્ઝિટ પોલમાં NDAને 147-167 અને મહાગઠબંધનને 70-90 સીટો મળે તેવુ અનુમાન છે.
ADVERTISEMENT
આ વખતે, બિહારમાં બે તબક્કામાં મતદાન થયું. પહેલો તબક્કો 6 નવેમ્બરે અને બીજો 11 નવેમ્બરે હતો. બધાની નજર હવે એક્ઝિટ પોલ પર છે, જે જાહેર થઈ ગયા છે. જે દર્શાવે છે કે બિહારની કમાન કોના હાથમાં જાય છે. તમે એક્ઝિટ પોલના આંકડા અહીં જોઈ શકો છો.
ADVERTISEMENT
P-MARQ એક્ઝિટ પોલ પણ NDA માટે જંગી જીત થશે તેવુ દર્શાવે છે. આ એક્ઝિટ પોલ મુજબ, NDAને 142-162 બેઠકો, મહાગઠબંધનને 80-98 બેઠકો, પ્રશાંત કિશોરના જન સૂરાજને 1-4 બેઠકો અને અન્યને 0-3 બેઠકો મળવાનો અંદાજ છે.
ADVERTISEMENT
ડીવી રિસર્ચના એક્ઝિટ પોલમાં પણ એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે તેવું અનુમાન છે. એનડીએને 137-152 બેઠકો, મહાગઠબંધન 83-98, જન સુરાજ પાર્ટી 2-4 અને ઓવૈસીની પાર્ટી 0-2 બેઠકો મળવાનો અંદાજ છે.
પીપલ્સ પલ્સ સર્વેમાં પણ NDA ને બહુમતી મળી
ADVERTISEMENT
પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલમાં પણ NDA સરકાર બનવાનો અંદાજ છે. એક્ઝિટ પોલ મુજબ, NDAને 133-159 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધનને 75-101 બેઠકો અને JSPને 0-5 બેઠકો મળવાનો અંદાજ છે. અન્યોને 2-8 બેઠકો મળી શકે છે.

ADVERTISEMENT
બિહાર એક્ઝિટ પોલ પરિણામ 2025: ચાણક્ય સ્ટ્રેટેજીસ પોલમાં NDA સરકાર
બિહાર ચૂંટણી માટેનો પાંચમો એક્ઝિટ પોલ પણ બહાર આવ્યો છે જેમાં NDAને 130-138 બેઠકો, મહાગઠબંધનને 100-108 બેઠકો અને અન્યને 3-5 બેઠકો મળતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો; ફરીદાબાદ ટેરર મોડ્યૂલમાં અનેક ભણેલા ગણેલા લોકોની સંડોવણી, મુસ્લિમ યુનિવર્સિટીઓમાં તપાસ
બિહાર ચૂંટણી માટેના ચોથા એક્ઝિટ પોલ, POLSTRAT એ તેના તાજેતરના એક્ઝિટ પોલ જાહેર કર્યા છે, જેમાં NDA ને સ્પષ્ટ બહુમતી મળવાની આશા વ્યક્ત કરી છે. POLSTRAT મુજબ, NDA 133-148 બેઠકો, મહાગઠબંધન 87-102 અને અન્ય 3-5 બેઠકો જીતી શકે છે. પક્ષની દ્રષ્ટિએ, BJP 68-72 બેઠકો, JDU 55-60, LJP (R) 9-12, HAM 1-2 અને RLM 0-2 બેઠકો જીતી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.