બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ફરીદાબાદ ટેરર મોડ્યૂલમાં અનેક ભણેલા ગણેલા લોકોની સંડોવણી, મુસ્લિમ યુનિવર્સિટીઓમાં તપાસ

નેશનલ / ફરીદાબાદ ટેરર મોડ્યૂલમાં અનેક ભણેલા ગણેલા લોકોની સંડોવણી, મુસ્લિમ યુનિવર્સિટીઓમાં તપાસ

Pravin Joshi

Last Updated: 07:08 PM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલ કિલ્લા બ્લાસ્ટ બાદ ફરીદાબાદના ટેરર મોડ્યુલ અંગે તપાસ વધુ ગંભીર બની છે. અલ-ફલાહ યુનિવર્સિટીમાં ડૉ. મુજમ્મિલ અને ડૉ. શાહીંન જોડાયેલા લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કારમાં સુસાઈડ બોમ્બર હતો કે કોઈ વધુ સંકળાયેલું હતું તે તપાસનું કેન્દ્ર બન્યું છે.

દિલ્લીના લાલ કિલ્લા નજીક થયેલી ભયંકર ધડાકાની ઘટનાઓ બાદ ફરીદાબાદના ટેરર મોડ્યુલની એક-એક પરત ઉઘાડવા પોલીસે તપાસ વધુ ગતિમાન બનાવી છે. તપાસના તાર અલ-ફલાહ યુનિવર્સિટી તરફ વળતા, પોલીસે અહીંના ડૉ. મુજમ્મિલ અને ડૉ. શાહીંન શાહિદ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને રડારમાં લીધા છે. ફરીદાબાદ પોલીસે અત્યાર સુધી 52થી વધુ લોકોની પૂછપરછ પૂર્ણ કરી છે, જેમાં યુનિવર્સિટીના અનેક ફેકલ્ટી સભ્યો, મેડિકલ વિદ્યાર્થીઓ તેમજ મેડિકલ કોલેજના પ્રિન્સિપલનો સમાવેશ થાય છે. હાલ 6 શંકાસ્પદોની અટકાયત કરી તપાસ ચાલી રહી છે.

બ્લાસ્ટ સમયે કારમાં બીજો કોણ હતો?

ધડાકાની ઘટનામાં વપરાયેલી કાર અંગેનું એક મોટું સવાલ ઉભું થયું છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ રીતે એક જ વ્યક્તિ કારમાં બેઠેલો દેખાય છે, જેને સુસાઈડ બોમ્બર માનવામાં આવી રહ્યું છે. પરંતુ તપાસમાં આ પણ સામે આવ્યું છે કે ધડાકા પહેલાં થોડા જ ક્ષણો અગાઉ કારમાંથી બીજો એક વ્યક્તિ ઉતરી ગયો હતો, જેના કારણે એજન્સીઓમાં શંકા વધુ વધી છે.

લખનૌમાં ડૉ. શાહીનનું ઘર ક્યાં છે?

આ કેસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે સોમવારે ફરીદાબાદથી ધરપકડ કરાયેલ ડૉ. શાહીન લખનૌના લાલબાગમાં રહે છે. શાહીનનો પરિવાર લખનૌના કંધારી બજારના ઘર નંબર ૧૨૧ પર રહેતો હતો.

ડૉ. શાહીનનું લખનૌ-પ્રયાગરાજ કનેક્શન

ધરપકડ કરાયેલ ડૉ. શાહીનના પિતાએ જણાવ્યું કે તેમને શાહીન સહિત ત્રણ બાળકો છે. મોટો દીકરો શોએબ અહીં તેના પિતા સાથે રહે છે. શાહીન બીજો હતો, જેની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. શાહીન પ્રયાગરાજમાં દવાનો અભ્યાસ કરતી હતી. આગળ, ત્રીજો દીકરો પરવેઝ છે, જેના ઘરે મંગળવારે સવારે દરોડો પાડવામાં આવ્યો હતો.

વધુ વાંચો: ...અને Live વીડિયોમાં કેપ્ચર દિલ્હી બ્લાસ્ટનો ભયાવહ મંજર, Video વાયરલ

ડૉ. શાહીન શાહિદે લગ્ન ક્યાં કર્યા હતા?

ડૉ. શાહીનના પિતાએ વધુમાં જણાવ્યું કે શાહીન ઘણા સમય પહેલા અહીંથી ચાલ્યા ગયા હતા. તે ફરીદાબાદમાં કામ કરતી હતી અને મહારાષ્ટ્રના એક પુરુષ સાથે લગ્ન કર્યા હતા. ફરીદાબાદ અને દિલ્હી વચ્ચે શું થયું તેની તેમને ખબર નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DelhiBlast FaridabadTerrorModule AlFalahUniversity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ