ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:59 PM, 12 November 2025
ADVERTISEMENT
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ દેશભરમાં ચિંતા છવાઈ ગઈ છે. આ હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હવે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે “આ વિસ્ફોટ પાછળ કોણ?” અને “ગુનેગારોને ક્યારે ન્યાય મળશે?”
ADVERTISEMENT

આ ઘટનાને લઈને PM નરેન્દ્ર મોદીએ સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS)ની તાત્કાલિક બેઠક બોલાવી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાજર રહ્યા હતા. બેઠકમાં સુરક્ષા એજન્સીઓના અહેવાલો અને વિસ્ફોટની તપાસની પ્રગતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેબિનેટે આ હુમલાની કડક નિંદા કરતા ઠરાવ પસાર કર્યો અને જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી. ઠરાવમાં જણાવાયું કે, “રાષ્ટ્રએ 10 નવેમ્બરના રોજ એક ભયાનક આતંકવાદી કૃત્ય જોયું છે. કેબિનેટે સૂચના આપી છે કે તપાસ ઝડપથી અને વ્યાવસાયિક રીતે થવી જોઈએ જેથી ગુનેગારો, તેમના સાથીઓ અને પ્રાયોજકોને ઝડપથી ન્યાયના કઠેરા સુધી લાવવામાં આવે.”

ADVERTISEMENT
બેઠક બાદ ગૃહ પ્રધાન અમિત શાહ PM નિવાસસ્થાન છોડી ગયા, પરંતુ ત્યારબાદ મોદીએ શાહ સાથે અલગથી અડધો કલાક સુધી ચર્ચા કરી. એવું માનવામાં આવે છે કે આ ચર્ચા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવા અંગે થઈ હતી. આ પહેલા, ભૂટાનની મુલાકાતેથી પરત ફર્યા બાદ PM મોદી સીધા LNJP હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેમણે ઘાયલો સાથે મુલાકાત કરી અને તેમનો હિમ્મત વધારી. 25 મિનિટની મુલાકાત બાદ PM મોદીએ જણાવ્યું “ગુનેગારોને ન્યાયના કઠેરા સુધી લાવવામાં આવશે.” PMએ સોશિયલ મીડિયા પર પણ લખ્યું કે, “દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.”

ADVERTISEMENT
આ પણ વાંચો : ટ્રાફિક સિગ્નલ પર ત્રણને બદલે ચાર લાઈટ હશે! નવી સફેદ લાઈટનો મતલબ શું? જાણો સચ્ચાઈ
તે દરમિયાન, કેબિનેટે નિકાસ પ્રમોશન મિશન (EPM) અને ક્રેડિટ ગેરંટી યોજનાને પણ મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, “આ યોજનાઓનો ઉદ્દેશ્ય નિકાસકારોને 100% ગેરંટી કવરેજ આપવાનો છે અને દેશની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવાનો છે.” દિલ્હી વિસ્ફોટની તપાસ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. હવે આખા દેશની નજર એ પર છે કે સરકાર કેટલા ઝડપથી આ આતંકવાદી કૃત્ય પાછળના ગુનેગારોને ન્યાય સુધી પહોંચાડે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો