બ્રેકિંગ ન્યુઝ
VTV / National overseas scholarship scheme 2023 registration link
Last Updated: 12:31 PM, 17 February 2023
ADVERTISEMENT
વિદેશમાં અભ્યાસ માટે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો દરેક વિદ્યાર્થી માટે સરળ નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ છે પૈસા. વિદેશમાં અભ્યાસ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. લાખો રુપિયાની ફી ભરવી દરેક માટે સરળ નથી. આ કારણે એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેઓ વિદેશી ડિગ્રી મેળવવા માટે સ્કોલરશિપની શોધમાં હોય છે. ભારત સરકાર તરફથી વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપ માત્ર ટ્યુશન ફીને આવરી લેવામાં નથી આવતી, પરંતુ રહેવા અને જમવાના ખર્ચ પણ તેમાં હોય છે.
અમે નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ (NOS) સ્કીમ 2023 વિશે વાત કરી રહ્યા છીએ. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આપવામાં આવતી સ્કોલરશિપ માટે રજિસ્ટ્રેશન શરૂ થયું છે. રસ ધરાવતા ઉમેદવારો સ્કોલરશિપ માટે સત્તાવાર વેબસાઇટ nosmsje.gov.in પર અરજી કરી શકે છે. NOS માટે નોંધણી પ્રક્રિયા 45 દિવસ માટે ખુલ્લી રહેશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 31 માર્ચે સમાપ્ત થશે. આવો જાણીએ NOS Registration કઈ રીતે કરવાનું છે.
ADVERTISEMENT
કઈ રીતે National Overseas Scholarship માટે રજિસ્ટ્રેશન કરવું?
ADVERTISEMENT
કોને આપવામાં આવશે સ્કોલરશિપ ?
આ સ્કોલરશિપ ખાસ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને જ આપવામાં આવે છે. આ કેટેગરીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પરંપરાગત કલાકાર અને જમીન વગરના ખેતમજૂર આવે છે. સ્કોલરશિપ માટે પસંદગીના માપદંડ વિશે વાત કરીએ તો તેના માટે એ ઉમેદવારો લાયક ગણાશે, જેમણે ક્વોલિફાઈંગ પરીક્ષામાં 60 ટકા ગુણ મેળવ્યા હશે. ઉમેદવારની ઉંમર પણ 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ સિવાય તેમના પરિવારની આવક રૂ.8 લાખથી ઓછી હોવી જોઈએ.
કેટલા લોકોને મળશે શિષ્યવૃત્તિ ?
નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ હેઠળ 125 સ્લોટ ખાલી છે. તેમાંથી 115 અનુસૂચિત જાતિ, ડિનોટિફાઇડ, 6 વિચરતી જાતિઓ માટે, 4 સ્લોટ જમીન વિહોણા ખેતમજૂરો અને પરંપરાગત કલાકારો માટે છે. શિષ્યવૃત્તિ મેળવનાર ઉમેદવારને વાર્ષિક US $15,400 આપવામાં આવશે. બ્રિટન માટે આ રકમ વાર્ષિક 9,900 પાઉન્ડ છે. શિષ્યવૃત્તિ દ્વારા ટ્યુશન ફી, જાળવણી ભથ્થું, આકસ્મિક, વિઝા ફી, સાધન ભથ્થું, ટિકિટ વગેરે આવરી લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.