બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ, વિદેશ મંત્રાલયે ખોલી દીધી ટ્રમ્પની પોલ
Last Updated: 07:06 PM, 16 October 2025
Donald Trump : રશિયન તેલ ખરીદી પર વિવાદની વચ્ચે હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન બાદ ભારત-અમેરિકા સંબંધોને લઇને નવી ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. ટ્રમ્પે દાવો કર્યો હતો, કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને ખાતરી આપી છે કે, ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. જોકે ભારતના વિદેશ મંત્રાલયે આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢતા સમગ્ર મુદ્દાને નવો વળાંક આપ્યો છે.
ADVERTISEMENT
આવી કોઈ ફોન કોલ નહીં થયો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ જણાવ્યું કે, મારી જાણકારી મુજબ, ગઈકાલે વડા પ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ ફોન થયો નથી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ટ્રમ્પનો દાવો સંપૂર્ણપણે ખોટો છે અને આવી કોઈ ચર્ચા થયાની કોઈ માહિતી નથી. આ નિવેદનથી સ્પષ્ટ છે કે, ભારત પોતાની નીતિ વિશે સ્પષ્ટ અને પારદર્શક વલણ રાખે છે.
ADVERTISEMENT
#WATCH | Delhi | On US President Trump’s statement over purchase of Russian oil by India, MEA Spokesperson Randhir Jaiswal says, "... On the question of whether there was a conversation or a telephone call between Prime Minister Modi and President Trump, I am not aware of any… pic.twitter.com/CqjfqCEO0p
— ANI (@ANI) October 16, 2025
ટ્રમ્પનું નિવેદન શું હતું?
ADVERTISEMENT
બુધવારે વોશિંગ્ટનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે, વડા પ્રધાન મોદીએ તેમને ફોન કરીને જણાવ્યું કે, ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. તેમનું કહેવું હતું, મોદીએ આજે મને કહ્યું કે, તેઓ રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. હવે આપણને ચીનને પણ આવું કરવા માટે સમજાવવું પડશે. ટ્રમ્પના આ નિવેદન પછી ભારત સરકાર તરફથી તરત જ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
ભારતની રશિયન તેલ નીતિ
ચીન પછી ભારત રશિયન ક્રૂડ ઓઇલનો બીજો સૌથી મોટો આયાતકાર છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) ના અહેવાલ મુજબ ભારતમાં રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદીને પોતાના ઊર્જા ખર્ચ પર નિયંત્રણ રાખ્યું છે, જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપે છે. ભારત ઘણીવાર સ્પષ્ટ રીતે જણાવી ચૂક્યું છે કે, તે તેલ ખરીદી માટે કોઈ તૃતીય પક્ષના દબાણ હેઠળ નહિ આવે. ભારતના નેતાઓએ પુનરોચ્ચાર કર્યો છે કે દેશની ઊર્જા સુરક્ષા અને આર્થિક હિત સૌથી અગત્યના છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : PI-PSI તો ઠીક પણ હવે તો DIG લાંચ લેતા ઝડપાયા, CBIએ ઓફિસમાં રેડ કરી રંગેહાથે ઝડપ્યા
સ્વતંત્ર નીતિ માટે ભારતનું દૃઢ વલણ
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાને ખોટો ગણાવતાં જણાવ્યું કે ભારત પોતાની વિદેશ નીતિ અને ઊર્જા નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે નક્કી કરે છે. ભારતનું વલણ છે કે, વૈશ્વિક ભૂરાજનીતિમાં પણ પોતાનો નિર્ણય મુજબ રાષ્ટ્રીય હિતના આધારે જ ચાલે છે, કોઈ બાહ્ય દબાણથી નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.