બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:39 PM, 16 October 2025
DIG Bribe Case : અત્યાર સુધી તમે કોન્સ્ટેબલ, PSI કે PI ના લાંચ લેતા પકડાયા હોવાના સમાચાર સાંભળ્યા હશે પણ હવે ખુદ DIG લાંચ લેતા ઝડપાયા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પંજાબથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પંજાબના રોપર રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) હરચરણ સિંહ ભુલ્લર પણ સીબીઆઈની રડાર પર આવ્યા છે અને તેમને લાંચ લેતી વખતે રંગે હાથ ઝડપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
VIDEO | CBI arrests Punjab Police DIG Harcharan Bhullar in a graft case.
— Press Trust of India (@PTI_News) October 16, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/PAA5a8sZ9R
રંગે હાથ ઝડપાયા DIG ભુલ્લર
ADVERTISEMENT
ગુરુવારે CBIની ચંદીગઢ યુનિટે એક વ્યૂહાત્મક છટકું ગોઠવીને રોપર રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરની ધરપકડ કરી હતી. માહિતી અનુસાર, ભુલ્લર પાસે ગોવિંદગઢના એક ભંગાર વેપારી પાસેથી દર મહિને ₹5 લાખની લાંચ લેવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદને આધારે સીબીઆઈએ તપાસ શરૂ કરી અને અંતે ચંદીગઢ સ્થિત તેમના કાર્યાલય પર દરોડા બાદ તેમને લાંચ લેતા ઝડપ્યા. CBI ટૂંક સમયમાં આ સમગ્ર મામલે એક સત્તાવાર પ્રેસ નોટ બહાર પાડશે અને DIG ભુલ્લરને વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવાની પણ શક્યતા છે.
#BigBreakingNews
— Amit Bhardwaj (@AmmyBhardwaj) October 16, 2025
Punjab:- The CBI has arrested DIG Ropar Range Harcharan Bhullar. According to sources, he was caught in Mohali. The CBI arrested Bhullar after laying a trap following a bribery complaint. It has been learned that Bhullar is accused of taking five lakh rupees per… pic.twitter.com/us27pBGFIo
ADVERTISEMENT
કઠોર અને પ્રામાણિક અધિકારીની હતી છાપ
હરચરણ સિંહ ભુલ્લર એક સમય ગઠિત ગુનાઓ, ડ્રગ્સ, અને સામાજિક અસુરક્ષાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે જાણીતા હતા. તેઓ "ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ" અભિયાનના મુખ્ય ચહેરા રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 288 FIR, 452 જેટલા ડ્રગ્સ સાથે સંકળાયેલા આરોપીઓને પકડ્યા અને ડ્રગ્સ સપ્લાય ચેઇન તોડવાના દિશામાં વિશેષ કામ કર્યું. તેમની ઈમેજ કડક અને ઈમાનદાર અધિકારી તરીકે ઉભર્યો હતો, જેથી તેમની ધરપકડથી સામાન્ય જનતામાં અને પોલીસ તંત્રમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 32000 ફૂટની ઊંચાઇએથી DRDOએ દેખાડ્યો કમાલ, Videoમાં જુઓ ભારતીય જવાનોનું પરાક્રમ
હવે શું થઈ શકે ?
ADVERTISEMENT
હવે જયારે સીબીઆઈ પાસે તેમની વિરુદ્ધ પુરાવાઓ છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે, ત્યારે ભવિષ્યમાં ડીઆઈજી ભુલ્લરનો ક્યારો રસ્તો કેવો હશે તે જોવાનું રહ્યું. એ પણ જોયું જવું રહ્યું કે શું વધુ અધિકારીઓ સામે પણ ભ્રષ્ટાચારના કેસ ખુલશે કે કેમ ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.