બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:09 PM, 16 October 2025
ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વિકસિત સ્વદેશી લશ્કરી લડાઇ પેરાશૂટ સિસ્ટમ (MCPS) નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ દરમિયાન ભારતીય વાયુસેનાના બહાદુર સૈનિકોએ 32,000 ફૂટની ઊંચાઈથી ફ્રીફોલ જમ્પ કર્યો અને આ દરમિયાન પેરાશૂટ સિસ્ટમની મજબૂતાઈ અને વિશ્વસનીયતા સાબિત થઈ. આ ભારતની પ્રથમ એવી પેરાશૂટ સિસ્ટમ છે જેનો ઉપયોગ 25,000 ફૂટથી વધુ ઊંચાઈએ પણ થઈ શકે છે.
ADVERTISEMENT

આ અદ્યતન પેરાશૂટ સિસ્ટમ બે DRDO પ્રયોગશાળાઓ — એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (આગ્રા) અને ડિફેન્સ બાયોએન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રોમેડિકલ લેબોરેટરી (બેંગલુરુ) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. તેમાં અનેક નવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે જેમ કે — ઓછી ગતિથી લેન્ડિંગ કરવાની ક્ષમતા, સુધારેલ દિશા નિયંત્રણ અને NavIC (ભારતીય નક્ષત્ર સાથે નેવિગેશન) ઇન્ટિગ્રેશન, જે સૈનિકોને કોઈપણ પરિસ્થિતિમાં ચોક્કસ સ્થાન પર લેન્ડિંગ કરવાની તક આપે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સિસ્ટમના વિકાસથી હવે ભારતને વિદેશી પેરાશૂટ સિસ્ટમ્સ પર આધાર રાખવાની જરૂર રહેશે નહીં. જાળવણી અને મરામત હવે દેશમાં જ થઈ શકશે, જેના કારણે યુદ્ધ અથવા કટોકટીના સમયમાં સિસ્ટમની ઝડપી ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત થશે.
Achieving major milestone in critical defence technologies, Military Combat Parachute System (MCPS), indigenously developed by DRDO has successfully undergone a combat freefall jump from an altitude of 32,000 feet. The parachute system was deployed at an altitude of 30,000 ft,… pic.twitter.com/VPApxpYO3x
— DRDO (@DRDO_India) October 15, 2025
ADVERTISEMENT
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO, વાયુસેના અને ઉદ્યોગ ક્ષેત્રને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આ ભારતની સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજીમાં એક મોટું પગલું છે. DRDOના વડા ડૉ. સમીર વી. કામતે પણ ટીમને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે આ સફળતા હવાઈ વિતરણ પ્રણાલીમાં આત્મનિર્ભર ભારત તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : જાણો કેટલી ખતરનાક છે આ 'સડન ડેથર ગેમ'? જેને લીધો 13 વર્ષીય કિશોરનો જીવ
DRDOઓ ભારતનું મુખ્ય સંરક્ષણ સંશોધન સંગઠન છે, જેનું ધ્યેય ભારતીય સૈન્યને વધુ મજબૂત બનાવવું અને શસ્ત્રો, મિસાઇલો તેમજ પેરાશૂટ જેવી અદ્યતન ટેકનોલોજી વિકસાવીને દેશની સુરક્ષાને વધુ સશક્ત બનાવવું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.