ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / SIRને કારણે પાછો આવ્યો પતિ, 28 વર્ષથી હતો ગાયબ, મરેલો માનીને પત્નીએ કર્યાં હતા અંતિમ સંસ્કાર

નેશનલ / SIRને કારણે પાછો આવ્યો પતિ, 28 વર્ષથી હતો ગાયબ, મરેલો માનીને પત્નીએ કર્યાં હતા અંતિમ સંસ્કાર

Published By: Priyankka Triveddi

Last Updated: 03:10 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SIR પ્રક્રિયાને કારણે 28 વર્ષથી ગાયબ પતિ તેની પત્નીને પાછો મળી આવતા પરિવાર અને ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

ADVERTISEMENT

SIR Drive: હાલ ભારતભરમાં SIR પ્રક્રિયા ચાલે છે. તે અંતર્ગત એક મહિલા સાથે એવું બન્યું છે કે જે વાંચીને તમારા હોશ પણ ઊડી જશે. એક મહિલાને તેનો મૃત પતિ 28 વર્ષે જીવતો મળી આવ્યો છે. ચાલી જાણીએ શું છે સમગ્ર ઘટના.

ગાયબ પતિ 28 વર્ષ પછી પરત ફર્યો

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બગડા ગામમાં સોમવારે એક એવો બનાવ સામે આવ્યો કે ગામલોકો આશ્ચર્યમાં પડી ગયા. 1997ની એક ઠંડી સવારે અચાનક ઘરેથી ગાયબ થયેલા જગબંધુ મંડલ કે જેની પત્નીએ તેને મૃત માનીને જેનાં અંતિમ સંસ્કાર કરી દીધાં હતાં તે અચાનક પોતાનાં જ ઘરે જીવંત ઉભા રહ્યા. મતદાર યાદીના વિશેષ સુધારા (SIR) દરમિયાન થયેલી ચકાસણી દરમિયાન બહાર આવેલ સત્યે સમગ્ર ગામને હચમચાવી દીધું. પત્ની સુપ્રિયા મંડલ અને પરિવાર જેઓએ તેમને ત્રણ દાયકાથી મૃત માની લીધા હતાં અચાનક સામે ઊભેલા જગબંધુને જોઈ ભાવુક બની ગયા.

પત્ની દ્વારા પુષ્ટિ

ગાયબ થયા બાદ વર્ષો સુધી પોલીસ, ગામ અને સંબંધીઓએ શોધખોળ કરી પણ કોઈ માહિતી મળી ન હતી. અંતે જ્યોતિષીના “મૃત” જાહેર કર્યા પછી પરિવારએ તેમની વિધિપૂર્વકના અંતિમ ક્રિયાઓ પણ કરી દીધી. સુપ્રિયાએ બે બાળકોને ઉછેરતા જીવન આગળ ધપાવ્યું. પરંતુ દાયકાઓ પછી પરત આવેલા જગબંધુને જોઈ પત્ની અને પરિવારે તરત જ ઓળખ કરી લીધી. તેમના પિતા વિજય મંડલ કહે છે કે “ચહેરો ભલે થોડો બદલાયો હોય, પણ આ જ મારો દીકરો.” ગામ લોકો પણ વર્ષો જૂની તેનો ફોટો જોઈને તેને ઓળખી ગયા.

બીજી પત્નીની શંકા અને નવો વળાંક

જગબંધુ હાલમાં 55 વર્ષના છે. તેઓ કહે છે કે ગાયબ થયા પછી ગુજરાત, મુંબઈ અને અંતે છત્તીસગઢમાં મજૂરી કરતા રહ્યા. નોકરી ગુમાવતા તેઓ પોતાની જૂની ઓળખ અને અધિકારો પાછા મેળવવા ગામે પરત ફર્યા. પરંતુ SIR દરમિયાન બાંકુરા જિલ્લાની મતદાર યાદીમાં તેમના નામની નીચે એક મહિલા સુલેખા મંડલનું નામ જોવા મળવાથી નવા સવાલો ઊભા થયા. ગામલોકોમાં ચર્ચા શરૂ થઈ કે શું જગબંધુએ બીજીવાર લગ્ન કર્યા હતા? જોકે જગબંધુએ આ તમામ શંકાઓને નકારી કાઢી અને કહ્યું કે “મેં બીજા લગ્ન કર્યા નથી."

આ પણ વાંચો: 4 કોર્ટ-2 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જૈશના મેઈલથી મચ્યો હડકંપ, વકીલો-જજને બહાર કઢાયાં

vtv app promotion

દસ્તાવેજો નથી, નામ યાદીમાંથી ગાયબ

સ્થાનિક બૂથ કમિટીના સભ્યોએ જણાવ્યું કે જગબંધુ SIR પ્રક્રિયામાં પોતાની ઓળખ અને જમીન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે પરત આવ્યા છે. પરંતુ સમસ્યા એ છે કે તેમની પાસે કોઈ સરનામાનો પુરાવો, ઓળખપત્ર કે અન્ય સત્તાવાર દસ્તાવેજો નથી. તેમનું નામ 28 વર્ષ પહેલાં મતદાર યાદીમાંથી દૂર કરાયું હતું. BLO મુજબ હવે તેમની ઓળખ અને દાવાની સત્તાવાર પુષ્ટિ કરવી ખૂબ જ મુશ્કેલ બનશે. ગામમાં જોકે હજી ચર્ચા છે “શું જગબંધુ પોતાનું જૂનું જીવન પાછું મેળવી શકશે?”

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

West Bengal Election News West Bengal SIR Drive SIR Survey News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ