બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:20 PM, 26 November 2025
Weather Update Today: હવામાન ધીરે-ધીરે બદલાઈ રહ્યું છે અને ઠંડી સતત વધી રહી છે. કેટલીક જગ્યાએ ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા બાદ, ઉત્તર ભારતમાં શિયાળો શરૂ થઈ ગયો છે. ઉત્તર ભારતના ઘણા શહેરોમાં સવારે અને સાંજે ભારે ઠંડી અનુભવાઈ રહી છે. જેના કારણે લોકોને ગરમ કપડાં પહેરવા પડી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક મહત્ત્વપૂર્ણ છે કારણ કે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન વિકસી રહ્યું છે, જે દેશના અનેક રાજ્યોને અસર કરશે.
ADVERTISEMENT
(B) Well Marked Low pressure area over southwest Bay of Bengal and adjoining areas of Southeast Sri Lanka & Equatorial Indian Ocean The low-pressure area over southwest Bay of Bengal and adjoining areas of South Sri Lanka & Equatorial Indian Ocean lay as a well-marked… pic.twitter.com/kg5oWxlPwd
— India Meteorological Department (@Indiametdept) November 26, 2025
ADVERTISEMENT
આગામી 24 કલાકમાં આંદામાન સમુદ્રમાં હવામાનની સ્થિતિ અચાનક બદલાઈ શકે છે. સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાક દરમિયાન ચક્રવાત સેન્યાર લેન્ડફોલ થઈ શકે છે. જેના કારણે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાને કારણે ગાજવીજ અને ભારે વરસાદની પણ સંભાવના છે. આના કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર થશે.
IMD Weather Warning :
— India Meteorological Department (@Indiametdept) November 25, 2025
The well-marked low-pressure area near Malaysia has intensified into a depression over the Strait of Malacca.
Another low-pressure area persists over the Southwest Bay of Bengal, South Sri Lanka & adjoining Equatorial Indian Ocean.
Stay alert & follow… pic.twitter.com/4waHBLmrN1
ADVERTISEMENT
હવામાન વિભાગે 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ વાવાઝોડાના કારણે ભારતના દક્ષિણ અને દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાશે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઓડિશા, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો આ પવનોથી પ્રભાવિત થઈ શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચો: SIRમાંથી કપાશે 14,00,000 નામ? એલર્ટ! હવે તમારી પાસે ઝાઝો સમય નથી
ADVERTISEMENT
હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર ભારતના પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં ઠંડીનું મોજું ફરી શકે છે, સાથે હિમવર્ષાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આની અસર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ અને બિહાર જેવા રાજ્યો પર પડી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો, મહત્તમ તાપમાન 0.1°C નોંધાયું. પશ્ચિમી પવનો 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયા, જેના કારણે લોકો દિવસ દરમિયાન પણ ગરમ કપડાં પહેરવા લાગ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.