બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / SIRમાંથી કપાશે 14,00,000 નામ? એલર્ટ! હવે તમારી પાસે ઝાઝો સમય નથી

નેશનલ / SIRમાંથી કપાશે 14,00,000 નામ? એલર્ટ! હવે તમારી પાસે ઝાઝો સમય નથી

Vidhata Gothi

Last Updated: 11:06 AM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SIR પ્રક્રિયા દરમિયાન લગભગ 14 લાખ ફોર્મ 'અનકલેક્ટેબલ' મળી આવ્યા, જેને ચૂંટણી પંચે ગેરહાજર, ડુપ્લિકેટ અથવા મૃત મતદારો ગણાવ્યા છે. રાજ્યમાં 80,600થી વધુ BLO તૈનાત છે, અને અત્યાર સુધીમાં ત્રણના મોત થઈ ચૂક્યા છે.

હાલમાં દેશના કેટલાય રાજ્યોમાં SIRની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ચૂંટણી પંચે મંગળવારે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં લગભગ 14 લાખ SIR ગણતરી ફોર્મ 'અનકલેક્ટેબલ' તરીકે ઓળખાયા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ફોર્મ 'અનકલેક્ટેબલ' છે કારણ કે મતદારો કાં તો ગેરહાજર હતા, ડુપ્લિકેટ હતા, મૃત્યુ પામ્યા હતા અથવા કાયમ માટે કશે બીજે જતાં રહ્યા હતા. સોમવારે, આ આંકડો 10.33 લાખ હતો.

તેમણે કહ્યું, "મંગળવાર બપોર સુધીમાં, આ સંખ્યા 13.92 લાખ હતી. અમે અપેક્ષા રાખીએ છીએ કે જેમ-જેમ અપડેટ્સ આવતાં જશે, આ આંકડો દરરોજ વધતો રહેશે." રાજ્યભરના બૂથ લેવલ ઓફિસરો (BLOs)ને ઘરોમાંથી ડેટા એકત્રિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેઓ ફોર્મનું વિતરણ અને જરૂરી માહિતી એકત્રિત કરવામાં સક્રિયપણે લાગેલા છે.

અત્યાર સુધીમાં ત્રણ BLOના મોત

અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં રિવિઝનના કામ માટે 80,600થી વધુ BLOs, લગભગ 8,000 સુપરવાઇઝર, 3,000 આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર અને 294 ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર તૈનાત કરવામાં આવ્યા છે. ચાલુ SIR દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ BLOsના મોત થઈ ચૂક્યા છે.

vtv app promotion

મમતા બેનર્જીની ભાજપને ચેતવણી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પાર્ટી કેન્દ્રીય મતદાન સંસ્થા પર પોતાની શરતો થોપી રહી છે અને આગામી SIR પ્રક્રિયામાં લિસ્ટમાંથી કોઈ પણ સાચા મતદાતાનું નામ હટાવવા સામે ચેતવણી આપી.

આ પણ વાંચો: મુખ્યમંત્રીની ખુરશી ખતરામાં! થોડા વખતમાં આ નેતા બની જશે સીએમ, MLAના દાવાથી હડકંપ

ભાજપના બિહાર અભિયાન તરફ ઇશારો કરતા મમતાએ આરોપ લગાવ્યો કે ત્યાં કોઈ પણ પડોશી રાજ્યમાં પાર્ટીની 'ગેમ' જોઈ નથી શકતું અને કહ્યું કે બંગાળમાં આવું નહીં થાય. તેમણે ભાજપને એવી ચેતવણી પણ આપી કે જો બંગાળમાં તેમને કે તેમના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા તો તેઓ આખા દેશમાં રસ્તાઓ પર ઉતરશે અને આખા દેશને હચમચાવી નાખશે. તેમણે કહ્યું, "જો તમે મને બંગાળમાં ટાર્ગેટ કરો છો અને હું પોતાના લોકો પર કોઈ પણ હુમલાને પર્સનલ એટેક માનું છું, તો હું આખા દેશને હચમચાવી નાખીશ. હું ચૂંટણી પછી આખા દેશનો પ્રવાસ કરીશ."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SIR Forms West Bengal News Election Commission
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ