બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બાપ રે! 'સેક્સ' માટે યુવાને ખર્ચી નાખ્યાં 48 લાખ, તેમાં બગડી ગઈ કિડની, જાણો ખૌફનાક કિસ્સો

એલર્ટ / બાપ રે! 'સેક્સ' માટે યુવાને ખર્ચી નાખ્યાં 48 લાખ, તેમાં બગડી ગઈ કિડની, જાણો ખૌફનાક કિસ્સો

Hiralal Parmar

Last Updated: 01:37 PM, 23 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લુરુમાં સેક્સ ટ્રીટમેન્ટ એક યુવાનને 48 લાખમાં પડી હતી. યુવાને બાબાના કહેવા પ્રમાણે આયુર્વેદિક દવાઓ ખાધી અને તેમાં તેને લાખો રુપિયાની ચપત અને કિડની નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

સેક્સ ટ્રિટમેન્ટને નામે લોકો સહેલાઈથી ઠગાઈનો ભોગ બની જતાં હોય છે. તાજેતરમાં કર્ણાટકના બેંગ્લુરુમાં આવો એક ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં એક યુવાન પાસેથી સેક્સ ટ્રિટમેન્ટને નામે 48 લાખ રુપિયા પડાવાયા હતા. બાબાએ કહ્યું તે પ્રમાણે યુવાને દવાઓ ખાધી અને તેમાં તેની કિડની બગડી ગઈ હતી. બેંગલુરુમાં એક સોફ્ટવેર એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જાતે બની બેઠેલા એક ગુરુજીએ જે આયુર્વેદિક દુકાન ધરાવે છે, તેણે સેક્સ રોગોની સારવાર માટે અત્યંત મોંઘી અને કથિત રીતે હાનિકારક દવાઓ વેચીને લગભગ 48 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.આ વ્યક્તિએ વિજયલક્ષ્મી આયુર્વેદિક દુકાનના માલિક "વિજય ગુરુજી" સામે છેતરપિંડી, હાનિકારક પદાર્થો વેચવા અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરવા બદલ કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.

યુવાને ફરિયાદમાં શું કહ્યું?

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, 2023માં સોફ્ટવેર એન્જિનિયરને સેક્સની તકલીફ થવા લાગી હતી. શરુઆતમાં તેણે એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી પરંતુ કંઈ ફર્ક પડ્યો નહોતો. ૩ મેના રોજ, જ્યારે સોફ્ટવેર એન્જિનિયર ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર લગાડેલા એક તંબૂં પર તેની નજર પડી અને બોર્ડ લખેલું હતું કે તમારી જાતિય સમસ્યાઓનો અંત લાવો. આ પછી યુવાન અંદર ગયો. તંબુની અંદરના એક માણસે તેને (સોફ્ટવેર એન્જિનિયરને) કહ્યું કે "વિજય ગુરુજી" તેનો ઇલાજ કરી શકે છે.

ગુરુજીએ કહ્યાં પ્રમાણે દવા લેતાં ખર્ચી નાખ્યાં 48 લાખ

ગુરુજીએ પીડિતાની તપાસ કરી અને દેવરાજ બુટી નામની આયુર્વેદિક દવા સૂચવી, એવો દાવો કર્યો કે તે ફક્ત તેમના સ્ટોર પર જ ઉપલબ્ધ છે અને તેની કિંમત પ્રતિ ગ્રામ રૂ. 1, 60,૦૦૦ છે. પીડિતને ઓનલાઈન નહીં પરંતુ રોકડા જ ચુકવાનું કહેવામાં આવ્યું હતું. યુવાને વિશ્વાસ રાખીને આ મોઁઘી દવા ખરીદી લીધી પછી તેને 76,000ની બીજી દવા અપાઈ આ રીતે ગુરુજીએ અઠવાડિયામાં જાતજાતની દવાઓ આપીને યુવાન પાસેથી 17 લાખ પડાવ્યાં હતા. FIR મુજબ, ગુરુજીએ પાછળથી પીડિતાને વધારાની દેવરાજ બુટી ખરીદવાનો આગ્રહ કર્યો, ચેતવણી આપી કે અગાઉની સારવાર અન્યથા કામ કરશે નહીં. તેમણે બેંકમાંથી 20 લાખ રૂપિયાની લોન લીધી અને 18 ગ્રામ આયુર્વેદિક દવા ખરીદી. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેને દેવરાજ રસબૂટી નામની બીજી પ્રોડક્ટ 2,60,000 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે ખરીદવા મજબૂર કરાયો હતો. જેના માટે તેણે એક મિત્ર પાસેથી 10 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. કુલ મળીને, તે કહે છે કે તેણે આયુર્વેદિક દુકાન પર લગભગ 48 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

કિડની ખરાઈ થઈ

સેક્સ ટ્રિટમેન્ટની ભારે ભરખમ દવાઓ લેતાં યુવાનની કિડની બગડી ગઈ હતી. તેની જાતિય બીમારી તો ન મટી ઉલટાનું તેને કિડની ખરાબ થવા લાગી હતી. પીડિતાએ ગુરુજીને પૂછપરછ કરી, ત્યારે તેને કથિત રીતે ધમકી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે જો તે સારવાર બંધ કરશે તો તેની હાલત વધુ ખરાબ થઈ શકે છે અને તેના જીવને જોખમ થઈ શકે છે.

વધુ વાંચો : રાહુલ ગાંધીને લેટર લખનારા યોગેશ ગુપ્તા કોણ? છોકરીઓ પર કરે છે અશ્લીલ કોમેન્ટ, છવાયો રિપ્લાય

કહેવાતો ગોડમેન ફરાર

પોલીસે યુવાનની ફરીયાદને આધારે ગુરુજીની શોધખોળ આદરી છે. હાલમાં કહેવાતો આ બાબો ફરાર થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National news bengaluru
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ