ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'દારુ પીધા બાદ પશુ' બન્યો કાર્ડિયોલોજિસ્ટ, સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, સુપ્રીમ કોર્ટ ખળભળી

દિલ્હી / 'દારુ પીધા બાદ પશુ' બન્યો કાર્ડિયોલોજિસ્ટ, સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, સુપ્રીમ કોર્ટ ખળભળી

Last Updated: 08:03 AM, 30 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે સાત વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર કાર્ડિયોલોજિસ્ટના જામીન ફગાવી દીધાં હતા.

ADVERTISEMENT

હાર્ટનો ડોક્ટર દારુ પીધા બાદ પશુ બન્યો હતો અને તેણે તેની 7 વર્ષની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં હવે સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો અને કેસની ગંભીરતા જોતાં સુપ્રીમ કોર્ટે તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

દારુ પીધા બાદ કાર્ડિયોલોજિસ્ટ પશુ બન્યો-સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક કાર્ડિયોલોજિસ્ટની સાત વર્ષની પુત્રી પર જાતીય હુમલો કરવાના આરોપમાં સજા સ્થગિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા કહ્યું કે દારૂ પીધા પછી માણસ પશુ બની જાય છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે ડૉક્ટરને ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયો હતો અને બેન્ચે કહ્યું કે અમે ડોક્ટરને કોઈ રાહત આપવાના પક્ષમાં નથી. બેન્ચે કહ્યું કે "જુઓ, તેણે બાળક સાથે જે પ્રકારનું વર્તન કર્યું છે તે જોતાં તે કોઈ પણ રાહતને પાત્ર નથી. આ વિકૃત વ્યક્તિ છે અને તેણે નશામાં પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે તમારી પોતાની પુત્રી સાથે આવું ન કરી શકો. તે પિતા વિરુદ્ધ શા માટે જુબાની આપશે? તે એક નાની છોકરી છે. દારુ પીધા બાદ માણસ પશુ બની જાય છે અને તેથી અમે તેના જામીન ઈન્કારીએ છીએ.

વધુ વાંચો : 6 લાશ અંદર, '5 મિનિટમાં મરી જઈશ', ઝેર પીધા બાદ કારમાંથી બહાર આવ્યો, ફૂટપાથ પર બેસતાં અણધાર્યું

શું હતો કેસ

પીડિતાની માતાએ જણાવ્યું હતું કે તે વારાણસીમાં રહે છે જ્યારે તેનો અલગ રહેતો પતિ હલ્દવાનીમાં રહે છે જ્યાં તે નર્સિંગ હોમ ચલાવે છે. 2018ની સાલમાં ડોક્ટર તેની 7 વર્ષની પુત્રીને લઈ ગયો હતો અને પછી તેને ફોન કરીને પાછી લઈ જવાનું કહ્યું હતું. પુત્રીએ માતાને તેના પિતાના પાપનો ખુલાસો કરતાં ફરિયાદ નોંધાઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Supreme Court news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ