બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'બે દાયકામાં ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે...', 26 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદીનો દેશવાસીઓને ખાસ સંદેશ

દિલ્હી / 'બે દાયકામાં ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે...', 26 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદીનો દેશવાસીઓને ખાસ સંદેશ

Vidhata Gothi

Last Updated: 01:47 PM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Constitution Day 2025: પીએમ મોદીએ બંધારણ દિવસ નિમિત્તે નાગરિકોને એક પત્ર લખ્યો છે. 2015માં મોદી સરકારે આ પવિત્ર દસ્તાવેજના સન્માન માટે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો.

PM Modi Letter on Constitution Day 2025: ભારત આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યું છે. દેશનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ બનીને તૈયાર થયું હતું. આ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નાગરિકોને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે 1949માં બંધારણના ઐતિહાસિક રીતે સ્વીકારવાને યાદ કર્યું અને દેશની પ્રગતિમાં તેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ ગણાવી. તેમણે જણાવ્યું કે 2015માં, સરકારે આ પવિત્ર દસ્તાવેજનું સન્માન કરવા માટે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો.

પીએમ મોદીએ સમજાવ્યું કે કેવી રીતે બંધારણે સામાન્ય લોકોને ઉચ્ચ સ્તરે દેશની સેવા કરવા માટે રીતે સશક્ત બનાવ્યા છે અને સંસદ અને બંધારણ પ્રત્યેના તેમના પોતાના અનુભવો શેર કર્યા. તેમણે 2014માં સંસદના પગથિયાં પર ઝૂકવા અને 2019માં સન્માન તરીકે બંધારણને તેમના માથે લગાવવાને યાદ કર્યું. સાથે જ તેમણે ભાર મૂક્યો કે બંધારણે અસંખ્ય નાગરિકોને સપના જોવા અને તે સપના પૂરા કરવાની તાકાત આપી છે.

બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપતા, વડાપ્રધાને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને અનેક પ્રખ્યાત મહિલા સભ્યોને યાદ કર્યા જેમના દ્રષ્ટિકોણે બંધારણને સમૃદ્ધ બનાવ્યું. તેમણે બંધારણની 60મી વર્ષગાંઠ દરમિયાન ગુજરાતમાં સંવિધાન ગૌરવ યાત્રા અને તેની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે સંસદના ખાસ સત્ર અને રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો જેવા માઇલસ્ટોન વિશે વાત કરી, જેમાં રેકોર્ડ જનભાગીદારી જોવા મળી.

આ વર્ષનો બંધારણ દિવસ ખાસ કરીને માહત્ત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, વંદે માતરમની 150મી વર્ષગાંઠ અને શ્રી ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદી જયંતિ પણ છે. પીએમ મોદીએ કહ્યું કે આ વ્યક્તિત્વો અને માઇલસ્ટોન આપણને આપણી ફરજોના મહત્ત્વની યાદ અપાવે છે, જેમ બંધારણના અનુચ્છેદ 51Aમાં જણાવવામાં આવ્યું છે. તેમણે મહાત્મા ગાંધીના એ વિશ્વાસને યાદ કર્યો કે અધિકારો, કર્તવ્ય નિભાવવાથી મળે છે અને એ વાત પર ભાર મૂક્યો કે ફરજોનું પાલન એ સામાજિક અને આર્થિક પ્રગતિનો પાયો છે.

ભવિષ્યને જોતાં પીએમ મોદીએ કહ્યું કે આ સદીની શરૂઆત થયાને 25 વર્ષ વીતી ગયા છે, અને માત્ર બે દાયકામાં, ભારત ગુલામીથી આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરી લેશે. 2049માં, બંધારણ અપનાવાયાને એક સદી થઈ જશે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે આજે લેવામાં આવેલી નીતિઓ અને નિર્ણયો આવનારી પેઢીઓના જીવનને આકાર આપશે, અને નાગરિકોને વિનંતી કરી કે તેઓ પોતાની ફરજોને સૌથી પહેલા રાખે, કારણ કે ભારત એક 'વિકસિત ભારત' ના વિઝન તરફ આગળ વધી રહ્યો છે. વડાપ્રધાને મતદાનના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવાની જવાબદારી પર ભાર મૂક્યો અને સૂચન કર્યું કે શાળાઓ અને કોલેજો 18 વર્ષના થયા પછી પ્રથમ વખત મત આપનારાઓનું સન્માન કરીને બંધારણ દિવસની ઉજવણી કરે.

vtv app promotion

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુવાનોને જવાબદારી અને ગૌરવથી પ્રેરિત કરવાથી લોકશાહી મૂલ્યો અને દેશના ભવિષ્યને મજબૂત બનાવવામાં મદદ મળશે. પત્રમાં છેલ્લે વડાપ્રધાને નાગરિકોને કહ્યું કે આ મહાન રાષ્ટ્રના નાગરિક તરીકે તેમની જવાબદારીઓ નિભાવવાનું વચન ફરીથી આપે અને આ રીતે એક વિકસિત અને મજબૂત ભારત બનાવવા માટે નોંધપાત્ર યોગદાન આપે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને બંધારણના નિર્માતાઓને શ્રદ્ધાંજલિ આપી.

આ પણ વાંચો: આગામી 24 કલાકમાં બદલાશે આ રાજ્યોનું હવામાન! અહીં થશે વાવાઝોડાની અસર

તેમણે લખ્યું, "બંધારણ દિવસ પર, આપણે આપણું બંધારણ બનાવનારાઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમનું વિઝન અને દ્રષ્ટિકોણ આપણને વિકસિત ભારત બનાવવાના અમારા પ્રયાસોમાં પ્રેરણા આપતું રહે છે. આપણું બંધારણ માનવ ગૌરવ, સમાનતા અને સ્વતંત્રતાને સૌથી વધુ મહત્ત્વ આપે છે. આ આપણને અધિકાર તો આપે છે, સાથે જ આપણને નાગરિક તરીકે આપણી જવાબદારીઓને પણ યાદ કરાવે છે, જેને આપણે હંમેશા પૂરી કરવાનો પ્રયાસ કરવો જોઈએ, આ જવાબદારીઓ એક મજબૂત લોકતંત્રનો પાયો છે. ચાલો આપણે આપણા કામોથી બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવવાનું આપણા વચનનું પુનરાવર્તન કરીએ."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Letter on Constitution Day 2025 Constitution Day 2025 Narendra Modi
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ