બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / માત્ર મુંબઈ-અમદાવાદ જ નહીં, ભારતમાં 7000 કિલોમીટર સુધી દોડશે બુલેટ ટ્રેન

મુલાકાત / માત્ર મુંબઈ-અમદાવાદ જ નહીં, ભારતમાં 7000 કિલોમીટર સુધી દોડશે બુલેટ ટ્રેન

Maulik Patel

Last Updated: 07:56 PM, 29 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં 7000 કિમી બુલેટ ટ્રેન નેટવર્ક વિકસાવવાનો વિશાળ લક્ષ્ય જાહેર કર્યો છે. આ પ્રોજેક્ટનો મોટો ભાગ ‘મેક ઈન ઈન્ડિયા’ થી આગળ વધશે, જેમાં જાપાનની કંપનીઓ સક્રિય ભાગીદારી કરશે. પીએમ મોદીએ સાથે જ ભારત-જાપાનના આર્થિક, રક્ષાત્મક અને અંતરિક્ષ સહયોગમાં નવી દિશાઓ ખુલવાના સંકેતો આપ્યા.

જાપાનની મુલાકાત પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે. મોદીએ કહ્યું હતું કે ભારતમાં હવે માત્ર મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ જ નહિ, પણ 7000 કિલોમીટર લાંબું બુલેટ ટ્રેન નેટવર્ક વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ યોજના જાપાનની સહભાગીતાથી હાથ ધરવામાં આવશે અને મોટા પાયે ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત વિકાસ થશે. પીએમ મોદીએ જાપાનના જાણીતા અખબાર 'યોમિયુરી શિંબુન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં આ માહિતી આપી હતી.

મોદીએ કહ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના ભારત-જાપાન વચ્ચેની એક મુખ્ય પ્રોજેક્ટ છે. તેમણે ઉમેર્યું કે આખા દેશમાં 7000 કિમી સુધી હાઈ સ્પીડ રેલ નેટવર્ક બનાવવા માટેની યોજનાની શરૂઆત થઈ ગઈ છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે આ મોટાભાગનું ઇન્ફ્રાસ્ટ્રકચર ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત બનશે જેથી આ યોજના ટકાઉ અને વ્યવહારિક બની રહે. મોદીએ જાપાની કંપનીઓને આ યાત્રામાં સક્રિય ભાગીદારી માટે આમંત્રિત પણ કર્યા છે. માત્ર રેલ નેટવર્ક જ નહીં, પીએમ મોદીએ જણાવ્યું કે હવે ભારતની અંતરિક્ષ યાત્રામાં પણ જાપાન મોટો સહયોગી બનશે. ISRO અને જાપાનની સ્પેસ એજન્સી મળીને સ્પેસ ક્ષેત્રે નવી સફળતાઓ લખશે.

Promo New Parul

મોદીએ જણાવ્યું કે ભારત અને જાપાન વચ્ચે રક્ષણક્ષેત્રે પણ મજબૂત સહયોગ છે. બંને દેશો ઇન્ડો-પેસિફિક પ્રદેશની શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે. આજે બંને દેશો ત્રિ-સેના સહયોગ, સંયુક્ત અભ્યાસ અને ટેક્નોલોજીકલ સહકાર પર કામ કરી રહ્યા છે. જાપાન ભારત માટે મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જાપાન આગામી દાયકામાં ભારતમાં 10 ટ્રિલિયન યેનનો રોકાણ કરશે. હાલમાં ભારતમાં લગભગ 1500 જાપાની કંપનીઓ કાર્યરત છે, જ્યારે 400થી વધુ ભારતીય કંપનીઓ જાપાનમાં કામ કરી રહી છે.

વધુમાં વાંચો: જાપાને અમેરિકાની મુલાકાત રદ્દ કરી દીધી, પીએમ મોદીના પ્રવાસને પગલે નિર્ણય

તેમણે જણાવ્યું કે ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, ઈનોવેશન અને ટેક્નોલોજીમાં જાપાનની આગળ વધેલી કુશળતા સાથે સંયોજન થવાથી બંને દેશો માટે વિસાળ મૂલ્ય સર્જાઈ શકે છે. પીએમ મોદીએ જણાવ્યું કે 21મી સદીમાં જાપાન ભારતના નવિનતા અને વૈશ્વિક સપ્લાય ચેનના વિકાસમાં એક મુખ્ય ભાગીદાર બનીને ઊભરશે. ઘણા જાપાની ઉદ્યોગો હવે ભારતને માત્ર સ્થાનિક બજાર માટે નહીં, પરંતુ third-country માર્કેટ જેમ કે આફ્રિકા માટે પણ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bullet Train High-Speed Rail Project Japanese Investment India-Japan Collaboration
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ