ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મથુરા: ટૉઇલેટ કરવા ઉતરેલા 7 લોકોને કન્ટેનરે કચડી નાખ્યા, છ લોકોના ઘટનાસ્થળે મોત

દુર્ઘટના / મથુરા: ટૉઇલેટ કરવા ઉતરેલા 7 લોકોને કન્ટેનરે કચડી નાખ્યા, છ લોકોના ઘટનાસ્થળે મોત

Published By: Vidhata Gothi

Last Updated: 09:31 AM, 7 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mathura Yamuna Expressway Accident: ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ગઈકાલે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો. એક સ્પીડમાં આવતા કન્ટેનરે બસના મુસાફરોને કચડી નાખ્યા. દુર્ઘટનામાં છ લોકોના મોત થઈ ગયા.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો. યમુના એક્સપ્રેસ વે પર એક સ્પીડમાં આવતા કન્ટેનરે સાત લોકોને કચડી નાખ્યા. જેમાંથી છ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા અને એકની હાલત ગંભીર છે. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે મુસાફરો સ્લીપર બસમાંથી ઉતરીને ઊભા હતા, ત્યારે એક કન્ટેનર આવ્યું અને બેકાબૂ થઈને તેમના પર ચડી ગયું.

આ અકસ્માત સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વેના માઇલસ્ટોન 88 નજીક થયો. બસ દિલ્હીથી કાનપુર જઈ રહી હતી. રસ્તામાં, કેટલાક મુસાફરો પેશાબ કરવા માટે યમુના એક્સપ્રેસ વે પરથી ઉતર્યા, જે પછી કેટલાક અન્ય મુસાફરો પણ ઉતરીને રસ્તા પર ઉભા હતા. દરમિયાન, એક કન્ટેનર સ્પીડમાં આવ્યું અને બસમાંથી ઉતરેલા મુસાફરોને ટક્કર મારી દીધી. મુસાફરો સમજી શકે કે એ પહેલા જ કન્ટેનર તેમના પર ચડી ગયું. અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા જ્યારે એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેની હાલત અત્યંત નાજુક છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેન્કર ખૂબ જ સ્પીડમાં આવી રહ્યું હતું, જેના લીધે ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો અને બસની નજીક ઉભેલા લોકોને કચડી નાખ્યા. બેદરકારી અને સ્પીડને કારણે આ અકસ્માત થયો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ અને તપાસ શરૂ કરી દીધી. આ ઘટના રાત્રે 2:45 વાગ્યાની આસપાસ બની હોવાના અહેવાલ છે.

vtv app promotion

અકસ્માત બાદ લોકોમાં અફરાતફરી મચી ગયો. આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા અને મોટી ભીડ એકઠી થઈ ગઈ. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસે તમામ મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહો તેમને સોંપવામાં આવશે.

આ પણ વાંચો: યાત્રીઓની વધી મુશ્કેલી! આજે ઓલા, ઉબેર અને રેપિડોની હડતાળ, જાણો શું છે માંગ

યમુના એક્સપ્રેસવે પર અકસ્માતો

ગયા મહિને પણ યમુના એક્સપ્રેસવે પર બે મોટા અકસ્માતો થયા હતા. 22 જાન્યુઆરીએ મથુરા વિસ્તારમાં યમુના એક્સપ્રેસવે પર એક સ્લીપર કોચ/ડબલ-ડેકર બસમાં અચાનક આગ લાગી હતી. માઇલસ્ટોન 110 નજીક થયેલા અકસ્માતમાં બધા મુસાફરોનો માંડ માંડ બચાવ થયો હતો. આ બસમાં 60 થી વધુ મુસાફરો હતા, જેમાંથી ઘણાએ બસમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો. દરમિયાન, 28 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસને કારણે અનેક વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. સાત બસો અને ત્રણ કાર એક પછી એક અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mathura Yamuna Expressway Accident Mathura Police UP Mathura Accident

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ