બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : 'જોધા અકબરના લગ્નની કહાની ખોટી, દાસી પુત્રી સાથે લગ્ન', રાજસ્થાનના રાજ્યપાલનો મોટો દાવો
Last Updated: 10:01 AM, 30 May 2025
રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ દાવો કર્યો હતો કે બ્રિટિશ ઇતિહાસકારોના શરૂઆતના પ્રભાવને કારણે, ભારતના ઇતિહાસમાં ઘણી ભૂલો નોંધાઈ હતી. જેમાં જોધાબાઈ અને મુઘલ સમ્રાટ અકબરના લગ્નની કથા પણ સામેલ છે.
ADVERTISEMENT
राज्यपाल महोदय @BagadeHaribhau ने अकबर जोधा विवाह पर कहा कि यह झूठ फैलाया गया था। pic.twitter.com/0e1Em0SSsK
— Ashok Shera (@ashokshera94) May 29, 2025
અકબરનામામાં જોધા-અકબરના લગ્નનો ઉલ્લેખ નહીં
ADVERTISEMENT
બુધવારે સાંજે ઉદયપુરમાં એક કાર્યક્રમમાં બોલતા, બાગડેએ દાવો કર્યો હતો કે અકબરનામામાં જોધા અને અકબરના લગ્નનો કોઈ ઉલ્લેખ નથી. તેમણે દાવો કર્યો, "એવું કહેવાય છે કે જોધા અને અકબરના લગ્ન થયા હતા અને આ કહાની પર એક ફિલ્મ પણ બની હતી. બાગડેએ કહ્યું, "બ્રિટિશરોએ આપણા નાયકોનો ઇતિહાસ બદલી નાખ્યો. તેમણે તેને યોગ્ય રીતે લખ્યું ન હતું. પછીથી, કેટલાક ભારતીયોએ ઇતિહાસ લખ્યો પરંતુ તે હજુ પણ અંગ્રેજોથી પ્રભાવિત હતો.
राज्यपाल हरिभाऊ किसनराव बागड़े का बयान:- राजा भारमल ने एक दासी की बेटी के साथ अकबर की शादी करवाई थी।
— गहड़वाल साहब (@The_Gaharwar) May 29, 2025
आमेर की राजकुमारी और अकबर के विवाह की बात झूठ है। जोधा दासी पुत्री थी |
अकबर की आत्मकथा 'अकबरनामा' में ऐसा कोई भी जिक्र नहीं हैं |#maharanapratapjayanti pic.twitter.com/nlnoMxO1Sk
ADVERTISEMENT
ભારમલે દાસીની પુત્રીના લગ્ન અકબર સાથે કરાવ્યાં
ઇતિહાસના પુસ્તકો પણ એવું જ કહે છે, પરંતુ આ ખોટું છે. ભારમલ નામનો એક રાજા હતો અને તેણે એક દાસીની પુત્રીના લગ્ન અકબર સાથે કરાવ્યા હતા.
ADVERTISEMENT
અકબર અને ભારમલની પુત્રીના લગ્ન પર ઐતિહાસિક ચર્ચા
રાજ્યપાલના આ નવા દાવાથી હવે 1569માં અકબર અને આમેર શાસક ભારમલની પુત્રી વચ્ચેના લગ્નના ઐતિહાસિક તથ્યો પર ચર્ચા ફરી શરૂ થઈ છે. આમેર અથવા અંબર જયપુર નજીક એક રાજપૂત રાજ્ય હતું અને 1727માં સવાઈ જયસિંહ બીજાએ રાજધાની જયપુર સ્થાનાંતરિત કરી તે પહેલાં રાજપૂતો દ્વારા શાસન કરવામાં આવતું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : મહિલાઓની મોટી જીત! પત્ની સાથે આ પ્રકારનો ફિઝિકલ રિલેશન ગુનો ગણાશે, HCનો મોટો ચુકાદો
મહારાણા પ્રતાપ વિશે શું બોલ્યાં રાજ્યપાલ
ADVERTISEMENT
રાજપૂત શાસક મહારાણા પ્રતાપે અકબરને સંધિ લખી હતી તેવો ઐતિહાસિક દાવો પણ રાજ્યપાલે નકારી કાઢ્યો હતો. "મહારાણા પ્રતાપે ક્યારેય પોતાના આત્મસન્માન સાથે સમાધાન કર્યું નહોતું. ઇતિહાસમાં, અકબર વિશે વધુ અને મહારાણા પ્રતાપ વિશે ઓછું શીખવવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.