બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:45 PM, 12 September 2025
ભારત, ચીન અને અમેરિકાની વસ્તી આગામી 75 વર્ષમાં કેટલી હશે, વસ્તી વધશે કે ઘટશે, આને લઈને પ્યુ રિસર્ચે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સૌથી વધારે વસ્તી ધરાવતા ત્રણ દેશોમાંથી બેની વસ્તીમાં વર્ષ 2100માં મોટો ઘટાડો જોવા મળશે. આ રિપોર્ટમાં ભારત, ચીન અને અમેરિકાના વર્તમાન અને 2100 વસ્તીના આંકડા આપવામાં આવ્યા છે. જે દેશોની વસ્તીમાં ઘટાડો થઈ શકે છે, એ ચીન અને ભારત છે, જયારે અમેરિકાની વસ્તીમાં સતત વધારો થતો રહેશે.
ADVERTISEMENT
આ રિપોર્ટમાં વર્ષ 2023 અને વર્ષ 2100 માટે વસ્તીના આંકડા આપવામાં આવ્યા છે અને સરખામણી કરીને જણાવવામાં આવ્યું છે કે 2000 થી 2100 સુધીની આખી સદીમાં કયા ફેરફારો જોવા મળશે. પ્યુ રિસર્ચે આ વર્ષે 11 જુલાઈના રોજ આ રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે છેલ્લા 75 વર્ષમાં વસ્તી ત્રણ ગણાથી પણ વધુ થઈ ગઈ છે, પરંતુ 2025 થી 2100 વચ્ચે વસ્તીમાં વધારો ધીમો પડવાનો અંદાજ છે. રિપોર્ટ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે હવેથી લઈને 2100 વચ્ચે વસ્તીમાં માત્ર 1.9 અબજનો વધારો થશે,એટલે કે વસ્તી 8.2 અબજથી વધીને 10.2 અબજ થઈ જશે.

ADVERTISEMENT
ભારતની વસ્તીમાં કેટલો ઘટાડો થશે?
રિપોર્ટમાં એવું અનુમાન લાવવામાં આવ્યું છે કે વર્ષ 2084 વસ્તી 10 અબજ 3 કરોડ સુધી પહોંચી જશે અને સદીના અંત સુધીમાં ઘટીને 10.2 અબજ રહી જશે. રિપોર્ટમાં વિશ્વના ત્રણ સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો વિશે કહેવામાં આવ્યું કે ભારત અને ચીનની વસ્તી વૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે, જ્યારે અમેરિકાની વસ્તી ધીમે ધીમે અને સતત વધતી રહેશે. રિપોર્ટ પ્રમાણે, 1.5 અબજની વસ્તી ધરાવતા ભારતમાં 2061 સુધીમાં વસ્તીમાં વધારો થશે અને વસ્તી વધીને 1.7 અબજ સુધી પહોંચી જશે, આ પછી તેમાં ઘટાડો જોવા મળશે અને 2100 સુધી આ ઘટીને દોઢ અબજ રહી જશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રાજીનામા બાદ પહેલી વાર કેમેરામાં નજરે પડ્યાં જગદીપ ધનખડ, બાજુમાં પણ હતો દિગ્ગજ ચહેરો
કેટલી થઈ જશે ચીન અને અમેરિકાની વસ્તી?
ADVERTISEMENT
ચીન વિશે આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે વસ્તીમાં પહેલાથી જ ઘટાડો જોવા મળ્યો છે અને એવો અંદાજ છે કે વર્ષ 2100 સુધીમાં તે ઝડપથી ઘટશે અને અહીંની વસ્તી 1.4 અબજથી ઘટીને 633 મિલિયન પર આવી જશે. અમેરિકાની વસ્તી સતત વધતી રહેશે, હાલમાં અહીં કુલ 37.1 કરોડ લોકો રહે છે અને વર્ષ 2100 સુધીમાં આ આંકડો 42.1 કરોડ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.