બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : હરી ઈચ્છા બળવાન! સ્કૂટી પર જઈ રહેલી મહિલા પર અચાનક પડ્યો કરન્ટવાળો થાંભલો, મોતને આંટી દીધી!

દિલ્હી / VIDEO : હરી ઈચ્છા બળવાન! સ્કૂટી પર જઈ રહેલી મહિલા પર અચાનક પડ્યો કરન્ટવાળો થાંભલો, મોતને આંટી દીધી!

Last Updated: 10:04 AM, 31 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'રામ રાખે તેને કોણ ચાખે' કહેવત વધુ એક વાર સાચી પડી છે અને બચી જ ન શકાય તેવી એક ઘટનામાં પણ મહિલાનો બચાવ થયો હતો.

હોય છત્રછાયા પ્રભુની પછી કોની તાકાત છે તેને કોઈ વાળ પણ વાંકો કરી શકે! આ કહેવતને ચરિતાર્થ કરતી એક ઘટના સામે આવી છે જેમાં ભયાનક કરન્ટવાળો વીજળીનો થાંભલા નીચે સ્કૂટી સાથે દટાવા છતાં પણ મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. દિલ્હીના ટાગોર ગાર્ડન વિસ્તારમાં એક મહિલાનો જીવ બચી ગયો જ્યારે તેના ચાલતા સ્કૂટર પર અચાનક વીજળીનો થાંભલો પડી ગયો. આ હૃદયદ્રાવક ઘટના સોમવારે સાંજે 5:30 વાગ્યાની આસપાસ એડી બ્લોકમાં બની હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

સ્કૂટી પર આવતી મહિલા પર પડ્યો થાંભલો

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વીજળીનો થાંભલો પડતા પહેલા તેમાંથી તણખા નીકળી રહ્યા હતા અને થોડી જ સેકન્ડોમાં તે પૂરેપૂરી તાકાતથી નીચે પડી ગયો. તે સમયે એક મહિલા સ્કૂટર પર પસાર થઈ રહી હતી. થાંભલો સીધો તેના સ્કૂટર પર પડ્યો અને તેને દબાવી દીધી. સદનસીબે મહિલાએ હેલ્મેટ પહેર્યું હતું, જેના કારણે તેનો જીવ બચી ગયો. નજીકના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા અને થાંભલો હટાવીને મહિલાને બહાર કાઢી.

લોકોએ ગણાવ્યો 'ચમત્કાર'

આ ઘટનાને લોકો ચમત્કાર ગણાવી રહ્યાં છે. મહિલાને થોડી નાની ઈજાઓ થઈ છે પણ તે સુરક્ષિત છે, આ કોઈ ચમત્કારથી ઓછું માનવામાં આવી રહ્યું નથી. જો તેણીએ હેલ્મેટ ન પહેર્યું હોત તો પરિણામ ખૂબ જ ખતરનાક આવી શક્યું હોત.

વધુ વાંચો : મોટી કંપનીએ કર્મચારીઓને આપ્યો 30 મિનિટ માસ્ટરબેશનનો બ્રેક, અલગ રુમ બનાવી, હેરાનીભર્યું કારણ

અકસ્માત બાદ વીજ પુરવઠો બંધ કરાયો

અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોએ વીજળી વિભાગને જાણ કરી, અને વિભાગે અન્ય કોઈ અકસ્માત ન થાય તે માટે વીજ પુરવઠો કાપી નાખ્યો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માત પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. વીજળીના બે થાંભલા અચાનક તૂટી પડ્યા અને એક સાથે પડી ગયા, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National news Delhi Delhi news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ