બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મોડી રાત્રે દિલ્હીમાં તણાવ, મસ્જિદ પાસે MCDની કાર્યવાહી બાદ પથ્થરમારો, પોલીસ અને ભીડ વચ્ચે અથડામણ
Last Updated: 08:15 AM, 7 January 2026
Delhi News: દિલ્હીમાં તુર્કમાન ગેટ પર ફૈઝ-એ-ઇલાહી મસ્જિદના બહારના ભાગમાં બનેલા ગેરકાયદેસર હિસ્સાને તોડી પાડવા માટે 6 જાન્યુઆરીની મોડી રાતે 17 બુલડોઝર ફરી વળ્યા હતા. આ વિસ્તાર રામલીલા મેદાનની નજીક આવેલો છે. જેવા દિલ્હી નગર નિગમ (MCD) ના બુલડોઝરે તોડફોડની શરૂઆત કરી તેવી જ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને ભડકેલી ભીડે નારેબાજી શરૂ કરી દીધી હતી. આ ભીડને રોકવા માટે પોલીસે પ્રત્યં કરતાં હાલત વધુ તણાવપૂર્ણ બન્યા હતા.
ADVERTISEMENT
#WATCH | Delhi | Madhur Verma, Joint Commissioner of Police, Central Range, says, "Pursuant to the directions of the Delhi High Court, the MCD carried out a demolition drive at the encroached area in the vicinity of Faiz-e-Elahi Masjid, Turkman Gate, near Ramlila Maidan, Delhi,… pic.twitter.com/jUAAFSR8AE
— ANI (@ANI) January 6, 2026
દિલ્હીમાં તુર્કમાન ગેટ પર ફૈઝ-એ-ઇલાહી મસ્જિદના બહારના ભાગમાં બનેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે અડધી રાતે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેવી દિલ્હી નગર નિગમ MCD ની ટીમે બુલડોઝરથી તોડફોડની શરૂઆત કરી કે તરત જ લોકોની ભીડ ભડકી હતી અને તેમણે નારેબાજી શરૂ કરી દીધી હતી. અમુક લોકોએ નરેબાજી શરૂ કરતાંની સાથે MCDની ટીમ પર પથ્થરમારો પણ શરૂ કરી દીધો હતો. જે બાદ હાલત તણાવપૂર્ણ થઈ ગયા હતા.
ADVERTISEMENT
Delhi police will identify the people involved in the stone-pelting incident outside Faiz-e-Ilahi Mosque. They will be identified using body camera footage from the police officers who wore them and footage from nearby CCTV cameras. The Police will soon register an FIR in the… https://t.co/4ZxB7q3Vn0
— ANI (@ANI) January 7, 2026
તુર્કમાન ગેટની બાજુમાં બેરીકેડિંગ લાગેલા હતા તે લોકોએ હટાવીને ત્યાં નરેબાજી શરૂ કરી દીધી હતી. પોલીસે રોકવાની કોશિશ કરી તો લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જે પછી પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો અને ઉપદ્રવ કરી રહેલા લોકોને દૂર કરવા માટે પ્રત્યન કર્યા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. જે બાદ ભીડ અંદરની ગલીઓમાં ભાગી ગઈ હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના પછી MCD એ કાર્યવાહી અટકાવી પડી હતી. આ કાર્યવાહી 17 બુલડોઝર દ્વારા 6 જાન્યુઆરીએ મોડી રાતે શરૂ કરવામાં આવી હતી પણ વિરોધ થતાં કાર્યવાહી અટકાવાઇ દેવાઈ હતી જે આજે સવારે 8 વાગે ફરી તોડફોડ શરૂ કરવામાં આવશે. આ તોડફોડની કાર્યવાહીને લઈને ટ્રાફિક એડવાયઝરી પણ જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT

આ તોડફોડ અભિયાનને જોતાં તેની અસર ટ્રાફિક પર પણ પડશે આ વાતને ધ્યાનમાં લઈને દિલ્હી ટ્રાફિક પોલીસે એક એડવાયઝરી જાહેર કરી છે. રામલીલા મેદાનની આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની આશંકા જણાવાઈ છે. JLN રોડ, અજમેરી ગેટ અને મિન્ટો રોડ પર હળવો ટ્રાફિક રહી શકે છે. દિલ્હી ગેટ, BSZ માર્ગ અને NS માર્ગ પર પણ દબાવ રહેવાની શક્યતા છે. યાત્રીઓને સલાહ આપવામાં આવી છે કે જરૂરીના હોય તો આ રસ્તા પર જવાને બદલે ઓપ્શનલ રૂટ લેવો જોઈએ. આ ઉપરાંત કમલા માર્કેટ ગોલ ચક્કરથી આસફ અલી રોડ સુધીનો રોડ સંપૂર્ણ રીતે બંધ રહેશે. દિલ્હી ગેટ અને કમલા માર્કેટથી JLN રોડ સુધી જતાં રસ્તાઓ પર અવરજવર રોકી દેવાઈ છે. મિર્દર્દ ચોકથી ગુરુ નાનક ચોક સુધી મહારાજા રણજીત સિંહ રોડ પણ તોડફોડના લીધે સંપૂર્ણ રીતે બંધ રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.