ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / VIDEO : બેટાએ ઋણ ઉતાર્યું! 11,000 વોલ્ટનો જીવતો વાયર પડતાં જ માસૂમે આંગળી ખેંચીને માને ખસેડી લીધી, જુઓ વીડિયો
Last Updated: 02:13 PM, 5 October 2025
ADVERTISEMENT
બાળક તો ભગવાનનું રુપ કહેવાય એટલે જ ભગવાને આટલા નાના બાળકોમાં મોતને પારખવાની શક્તિ મૂકી હશે. આ વાતનો પ્રત્યક્ષ દાખલો મળ્યો છે. બિહારના કિશનગંજમાં 3 વર્ષના એક બાળકે છેલ્લી ઘડીએ અત્યંત ચપળતા દાખવીને માતાનો જીવ બચાવી લીધો હતો.
ADVERTISEMENT
11,000 વોલ્ટનો વાયરલ પડતાં જ બાળકે માતાને ખેંચી લીધી
ADVERTISEMENT
આ ઘટના ત્યારે બની જ્યારે એક માતા અને બાળક એક દુકાનની બહાર ઉભા હતા. અચાનક, 11,000 વોલ્ટનો હાઇ-વોલ્ટેજ વાયર તૂટીને પડી ગયો. વાયર પડતાની સાથે જ ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા અને અંધાધૂંધી ફેલાઈ ગઈ. આ દરમિયાન, માસૂમ બાળકે ભય ઓળખી લીધો અને તરત જ તેની માતાનો હાથ પકડીને તેને દુકાનની અંદર ખેંચી લીધી. બાળકની ઝડપી પ્રતિક્રિયાથી મોટી દુર્ઘટના ટળી ગઈ.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ADVERTISEMENT
જો બાળકે આમ ન કર્યું હોત, તો માતા વાયરમાં ફસાઈ ગઈ હોત અને વાયર જીવંત હોવાથી તેનું મોત નક્કી થયું હતું. ત્રણ વર્ષના બાળકની સતર્કતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હાજર લોકોએ બાળકની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે તેની સતર્કતાએ તેની માતાનો જીવ બચાવ્યો.
વધુ વાંચો : VIDEO : હવે દરિયાના પેટાળમાંથી મળ્યો બેશકિંમતી ખજાનો, મોટા મોટા ઉદ્યોગપતિઓ ચોંકી ઉઠ્યાં
ADVERTISEMENT
લોકોએ કહ્યું- આ છોકરો સાચો હીરો
આ વીડિયો સામે આવ્યા પછી, સોશિયલ મીડિયા પર લોકો બાળકની બહાદુરી અને બુદ્ધિમત્તાના વખાણ કરી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ બાળક એક સાચો હીરો છે. આટલી નાની ઉંમરે ખતરાને આટલી ઝડપથી ઓળખીને તેની માતાને સુરક્ષિત જગ્યાએ ખેંચી લેવી એ કોઈ હિંમતથી ઓછી વાત નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો