બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તણાવપૂર્ણ માહોલ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન એક મંચ પર, ગરમાશે રાજકારણ!

આયોજન / તણાવપૂર્ણ માહોલ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન એક મંચ પર, ગરમાશે રાજકારણ!

Priyankka Triveddi

Last Updated: 12:08 PM, 17 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bangladesh Oath Ceremony 2026: બાંગ્લાદેશમાં આજે 17 ફેબ્રુઆરીના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહનું આયોજન છે ત્યારે બે દેશના નેતાઓ તનાવપૂર્ણ સંબંધો વચ્ચે આમને સામને આવશે.

Bangladesh Oath Ceremony 2026: બાંગ્લાદેશમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહનું આજે 17 ફેબ્રુઆરીના રોજ આયોજન થનાર છે. આ કાર્યક્રમ સાંજના 4 વાગે ઢાકા સ્થિત રાષ્ટ્રીય સંસદીય ભવનના સાઉથ પ્લાઝામાં આયોજીત કરવામાં આવશે. આ સમારોહમાં ભાગ લેવા માટે ભારત, પાકિસ્તાન સહિત ઘણા દેશના પ્રતિનિધિઓ પહોંચશે તેવી આશા છે. ભારત અને પાકિસ્તાનના આ સમયે સંબંધો ઘણા તનાવપૂર્ણ છે એવા માહોલમાં આ બંને દેશોના નેતા એક જ મંચ પર નજર આવી શકે છે.

પાકિસ્તાનના મંત્રી રહેશે હાજર

શપથ ગ્રહણ સમારોહમાં ઘણી જાણીતી ઇન્ટરનેશલ હસ્તીઓના પહોંચવાની સંભાવના છે. જેમાંઆ ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે, ભારતના લોકસભા સ્પીકર ઓમ બિરલા અને પાકિસ્તાનના યોજના મંત્રી અહેસાન ઇકબાલ પણ હાજર રહેશે. આ ઉપરાંત નેપાલના વિદેશ મંત્રી નંદ શર્મા, શ્રીલંકાના સ્વાસ્થ્ય મંત્રી નલિન્દા જયતિસ્સા અને બ્રિટનના ઇન્ડો પેસિફિક અંડર સેકેટરી સીમા મલ્હોત્રા પર હજાર રહેવાની શક્યતા છે. સાથે જ માલદદિવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજુ પણ સમારોહમાં ભાગ લેશે તેવી સંભાવના છે. ડિપ્લોમેટિક નિયમો અનુસાર દરેક દેશને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે જેમાંથી ઘણા દેશોની ઓફિશિયલ જાણકારી મળી નથી.

ભારત તરફથી જશે લોકસભાના સ્પીકર

ભારત તરફથી વિદેશ મંત્રાલયે રવિવારે જાણકારી આપી હતી કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આ શપથ વિધિમાં હાજર રહેશે. વિદેશ મંત્રાલય દ્વારા તેને ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં ઓમ બિરલાની હાજરી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ઊંડી અને મજબૂત મિત્રતાને દર્શાવે છે. આ બંને દેશોને જોડતા લોકતાંત્રિક મૂલ્યો પ્રતિ ભારતની પ્રતિબદ્ધતાને પણ બતાવે છે. આ નિવેદનમાં આગળમાં કહેવામાં આવ્યું છે કે ઇતિહાસ, સંસ્કૃતિ અને અરસપરસ સન્માનથી જોડાયેલા પાડોશી દેશના રૂપમાં ભારત તારિક રહેમાનના નેતૃત્વની સરકારનું સ્વાગત કરે છે અને તેમના વિઝન અને મૂલ્યોને પણ જનતાનું સમર્થન મળ્યું છે.

આ પણ વાંચો: સરેઆમ ગેંગવોર: 28 રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરાતા સ્થાનિકોમાં ફફડાટ, ભાઉ ગેંગએ લીધી જવાબદારી

vtv app promotion

તડામાર તૈયારીઓ ચાલુ

શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓના લીધે સંસદ સચિવાલયમાં પહેલા જ ચહલ પહલ છે. પરંપરા અનુસાર આ સમારોહ ખાસ કરીને જાતીય સંસદ ભવનના નક્કી કરેલ શપથ રૂમમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે 13 માં સાસંદીય ચૂંટણીમાં 300 માંથી 299 સીટ માટે 12 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Pakistan Relation Bangladesh Oath Ceremony 2026 India Bangladesh Relation a, India Pakistan Leaders
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ