બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'અમારા મંદિરોને લૂંટવામાં આવ્યા, અને આપણે...', જાણો NSA અજીત ડોભાલએ કેમ આવું કહેવું પડ્યું?
Last Updated: 02:57 PM, 10 January 2026
NSA Ajit Doval: National Security Advisor આજીત ડોભાલે ભારતની આઝાદી માટે કહ્યું કે ભારતે આઝાદી માટે એક મોટી કિંમત ચૂકવી છે. જૂની પેઢીએ અપમાન, વિનાશ અને ભારે નુકસાન પણ સહન કર્યું છે. ભૂતકાળમાં સુરક્ષા ચૂકને કારણે ઘણો મોટો પાઠ ભણવા પણ મળ્યો છે. આ સાથે જ તેમણે આવનારી પેઢીને યુવાનોને અપીલ કરી છે કે તેમણે ઇતિહાસમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રનું પુનર્નિર્માણકરવું જોઈએ અને આપણા મૂલ્યો, અધિકારો અને વિશ્વાસ પર આધારિત એક મજબૂત અને મહાન ભારતનું નિર્માણ કરવું જોઈએ.
ADVERTISEMENT
વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગના ઉદ્ઘાટન સમારોહમાં એક ભાષણ આપતા ડોભાલે કહ્યું કે આ સ્વતંત્ર ભારત હંમેશા આટલું સ્વતંત્ર નહોતું જેટલું આજે દેખાય છે. અમારા પૂર્વજોએ આના માટે ખૂબ બલિદાન આપ્યા છે. તેમણે ભારે અપમાન સહન કર્યું છે, ઘણી લાચારી પણ જોઈ છે. ઘણા લોકોને ફાંસી મળી છે. અમારા ગામ બાળી નાખવામાં આવ્યા હતા, આપની સભ્યતા નષ્ટ થઈ ગઈ. આપણા મંદિરોને લૂંટી લેવાય અને આપણે બસ લાચાર થઈને આ બધુ જોયા કર્યું છે. આ આપણો ઇતિહાસ આપણા માટે એક કસોટી આપે છે કે આજે ભારતના દરેક યુવાનની અંદર એ આગ હોવી જોઈએ. 'બદલો' એ સાચો શબ્દ નથી, પંરતુ બદલો પોતાનામાં જ એક તાકાત છે એક શક્તિ છે, એક પીઠબળ છે. આપણે આપણા ઇતિહાસ સામે બદલો લેવાનો છે. આપણે આ દેશને પાછો એ જગ્યાએ લઈને આવાનો છે જ્યાં આપણાને આપણા અધિકારો, આપણા વિચારો અને આપની માન્યતાના આધાર પર એક મહાન ભારતની રચના કરી શકીએ.
Speaking at the opening ceremony of the Viksit Bharat Young Leaders Dialogue in Delhi, National Security Advisor Ajit Doval urged young Indians to convert dreams into decisive action, emphasising responsibility, resilience and nation-building. NSA Doval highlighted the… pic.twitter.com/LgFkiRRK16
— DD News (@DDNewslive) January 10, 2026
ADVERTISEMENT
આ સાથે જ ડોભાલે ચેતવતા કહ્યું કે આપણને ભૂતકાળમાં આપની જ ભૂલના માઠા પરિણામ ભાઓગવવા પડ્યા છે જે આજની અને આવનારી પેઢીએ આ તમામ લેસનને યાદ રાખવાનો આગ્રહ કરતાં કહ્યું લે આ બલિદાન કે કસોટીને ભૂલી જવું એ દેશ માટે સૌથી મોટી દુર્ઘટના હશે.
ડોભાલે આગળ કહ્યું કે,
ADVERTISEMENT
" ભારતની પ્રાચીન સભ્યતા ખૂબ ઉન્નત અને શાંતિપ્રિય હતી. આપણે ભૂતકાળમાં જે સુરક્ષાચૂકને કારણે શીખ્યા છીએ તે આજની અને આવનારી પેઢીએ યાદ રાખવું જોઈએ. આ ભૂલી જવું એ દેશ માટે સૌથી મોટી દુર્ઘટના હશે."
તેમણે વધુમાં કહ્યું કે આપની સભ્યતા એક વિકસિત સભ્યતા હટી. આપણે ક્યારેય કોઈના મંદિર તોડયા નથી. આપણે ક્યાંય કોઈને લૂટનવ ગયા નથી. જ્યારે આપણાથી દુનિયા ખૂબ પાછળ હતી ત્યારે આપણે કોઈ વિદેશીઓ પર હુમલો કર્યો નથી. પ્રણાતું આપણે આપનું સુરક્ષા અને આપણા પર આવેલી આફતોને સમજવામાં થાપ ખાઈ ગયા. જ્યારે આપણે એમના માટે બેજવાબદાર થઈ ગયા ત્યારે ઈતિહાસે આપણને એક પાઠ ભણાવ્યો. શું આપણે એ પાઠ શીખ્યો? શું આપણે એ પાઠ યાદ રાખીશું? જો આવનારી પેઢીએ વાત ભૂલી જશે તો એ દેશ માટે ખૂબ મોટી દુર્ઘટના કહેવાશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ મહત્ત્વપૂર્ણ સંબોધન VBYLD 2026 વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગના ઉદ્ઘાટન સમારંભમાં કરવામાં આવ્યું હતું. જે યુવાઓ અને ખેલ મંત્રાલય દ્વારા આયોજિત એક મુખ્ય પગલું છે. આ 3 દિવસનો કાર્યક્રમ 9-12 જાન્યુઆરી સુધી ભારત મંડપમ, નવી દિલ્હીમાં ચાલશે. જેમાં દેશભરમાંથી 2000થી વધુ યુવાનોએ ભાગ લીધો છે અને જે અલગ અલગ વિષયો પર ચર્ચા, નવા વિચાર અને વિચાર-વિમર્શ કરશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિકસિત ભારત @ 2047ના વિઝનમાં સક્રિય ભૂમિકા નિભાવી શકે તેને તક પ્રદાન કરવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
ક્રાંતિકારી પરિવર્તન / મોંઘા પેટ્રોલની ચિંતા નહીં! ભારતમાં 100 ટકા ઈથેનોલ ઈંધણને મળી કાનૂની મંજૂરી,ગડકરીનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.