બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આને પ્રેમ કહેવો કે ડર! ખુદ પતિએ જ પોતાની પત્નીને કરાવ્યા પ્રેમી સાથે લગ્ન, અને પછી...!

વિચિત્ર કિસ્સો / આને પ્રેમ કહેવો કે ડર! ખુદ પતિએ જ પોતાની પત્નીને કરાવ્યા પ્રેમી સાથે લગ્ન, અને પછી...!

Priyankka Triveddi

Last Updated: 01:13 PM, 10 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UP Jaunpur News:ઉત્તરપ્રદેશની એક ઘટના સામે આવી છે જેમાં એક પતિએ હત્યાના ડરથી એવું કામ કર્યું કે.., જાણો શું છે સમગ્ર મામલો..

UP Jaunpur News: વાસ્તવમાં વાત એવી છે કે ગયા વર્ષે ભારતમાં થયેલા મુસ્કાન બ્લૂ ડ્રમ કેસ અને રાજા હનીમૂન કેસ પછી મોટા ભાગના પતિઓ અને યુગલોમાં એક દહેશતની ભીતિ છે. આવો જ કિસ્સો ઉત્તરપ્રદેશના જોનપુરનો સામે આવ્યો છે જેમાં એક પતિએ હત્યાના ડરથી સામે ચાલીને તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરવી આપ્યા છે.

મળતી માહિતી એવી છે કે જોનપુરના એક યુવકે તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા. આ મામલે પતિએ જણાવ્યું કે તેની પત્ની તેના કોલેજ સમયના પ્રેમી સાથે સંપર્કમાં હતી અને રોજ વાતચીત થતી હતી. અને મુખ્ય વાત એ છે કે તે પતિને શંકા હતી કે જો તે તેની પત્ની અને તેના પ્રેમીનો સંબંધ નહિ સ્વીકારે તો જેના જીવને જોખમ છે અને તેની પત્ની કદાચ તેની હત્યા કરી શકે છે અને આ જ બીકના કારણે તેણે સામે ચાલીને તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી આપ્યા અને બંનેને આશીર્વાદ આપીને વિદાય આપી.

આ સમગ્ર મામલો ઉત્તરપ્રદેશના જોનપુરનો છે. જ્યાં જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી પમ્મી પ્રજાપતિના લગ્ન ચાર વર્ષ પહેલા મિર્ઝાપુર વતની તંજય સાથે થયા હતા. લગ્નના એક વર્ષ પછી બંનેને એક દીકરાનો જન્મ થયો. તંજય તેની પત્ની અને બાળકને લઈને ત્યારપછી મુંબઈ જતો રહયો હતો અને ત્યાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો.

UP-jonpur

તંજયે આ મામલે તેની પત્ની પમ્મી પર આરોપ લગાવ્યો છે કે તે જાણ કર્યા વગર જ 2 જાન્યુઆરીના રોજ તેના પ્રેમી રાજુ વૈરાગી સાથે ભાગીને મુંબઈથી જોનપુર આવી ગઈ હતી. ઘણી શોધખોળ કર્યા પછી પણ તેના વિશે કોઈ જાણકારી નહીં મળતા તેણે મહારાષ્ટ્ર પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ દાખલ કરી. જો કે પ્રેમી સાથે જોનપુર પહોંચ્યા પછી પમ્મીએ તંજયને જે ફોન પર કહ્યું તે સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

તંજય જણાવે છે કે તેની પત્ની પમ્મીએ પોતે ફોન કરીને કહ્યું કે તે તેના પ્રેમી સાથે તેના ઘરે એટલે કે જોનપુર આવી ગઈ છે અને હવે તે ત્યાં જ રહેશે. ઘણી સમજાવટ પછી પણ પત્ની તેની જીદ પર અડી રહેતા પતિના પરિવારજનોને આખી વાત જણાવી અને પમ્મીથી છૂટા પાડવાનો નિર્ણય લીધો. પ્રેમી રાજુ વૈરાગી એ પમ્મીના બાજુના ગામનો રહેવાસી છે અને બંને સાથે જ ભણતા હતા.

તંજયએ પમ્મી અને પ્રેમી રાજુના પરિવારજનો અને અન્ય ગામના વડીલોની હાજરીમાં શુક્રવારે આ મોટો નિર્ણય લીધો. કચેરી પહોંચીને હિમાયતીઓ પાસેથી કાયદાકીય અલાહ લઈને તેણે મંદિરમાં પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવીને બંનેને આશીર્વાદ આપીને વિદાય આપી. કાગળિયા પર જે છૂટાછેડા કરાર થયો તેની સમજૂતી મુજબ તેમના 2 વર્ષના દીકરાની કસ્ટડી તેણે પોતાની પાસે રાખીને પત્નીને જવા દીધી.

તંજય પાસેથી મળતી માહિતી મુજબ તેની પત્ની પમ્મી અને રાજુ કોલેજમાં સાથે હતા અને કોલેજ સમયથી બંને વચ્ચે પ્રેમ હતો અને બંને સંપર્કમાં હતા. પમ્મી રાજુ સાથે ભાગીને મુંબઈથી જોનપુર આવી ગઈ. તંજય કહે છે કે જ્યારે તે તેના પ્રેમી સાથે ખુશ છે તો તેણે પોતાની સાથે તેને જબરદસ્તી રાખવી જોઈએ નહીં. તંજયે જણાવ્યું કે તેણે આ પગલું એટલા માટે ભર્યું કે તેમના પ્રેમમાં અડચણરૂપ બનવા પર ક્યાંક તેની સાથે કોઈ દુર્ઘટના ના બની જાય, તેની હત્યા થવાની પણ તેને બીક હતી.

જો કે આ સમગ્ર મામલે પત્ની પમ્મી કઈંક અલગ જ કહે છે, પત્નીનો આરોપ છે કે તેના લગ્ન તંજય સાથે તેની મરજી વગર અને તેની સાથે ખોટું બોલીને કરાવવામાં આવ્યા હતા. પમ્મી કહે છે કે લગ્ન પહેલા તેને કહેવામાં આવ્યું હતું કે તંજય પાસે મુંબઈમાં ફ્લેટ છે અને ઘણી પ્રોપર્ટી છે અને તે નોકરી કરે છે. પંરતુ લગ્ન પછી ખબર પડી કે તેની પાસે માત્ર નોકરી જ છે. તે તેના સાથે કોલેજમાં ભણતા ઓરેમી રાજુ સાથે ખુશ છે અને હવે તેની સાથે જ રહેશે.

આ પણ વાંચો: રામનગરી અયોધ્યામાં નોનવેજ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, પકડાયા તો કરાશે કાર્યવાહી

vtv app promotion

જો કે આ સમગ્ર મામલામાં પ્રેમી રાજુ વૈરાગીના લગ્ન પણ થઈ ગયા છે પંરતુ તેની પત્નીનું નિધન થઈ ગયું હોવાથી તે એકલો રહેતો હતો. આ દરમિયાન પમ્મી સાથે વાતચીત કરતાં કરતાં બનેં વચ્ચે અંતર ઓછું થતું ગયું ને બંને નજીક આવતા બંનેએ સાથે રહેવાનો નિર્ણય પણ કર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttar Pradesh News Love Affair Jaunpur Incident
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ