બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રામનગરી અયોધ્યામાં નોનવેજ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, પકડાયા તો કરાશે કાર્યવાહી

મોટો નિર્ણય / રામનગરી અયોધ્યામાં નોનવેજ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, પકડાયા તો કરાશે કાર્યવાહી

Priyankka Triveddi

Last Updated: 11:27 AM, 10 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UP Ayodhya News: રામનગરી અયોધ્યામાં માંસાહાર ભોજનને લઇ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. શું છે સમગ્ર મામલો જાણો વિગતે..

UP Ayodhya News: રામનગરી અયોધ્યામાં માંસાહાર ખોરાકને લઈ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા નોનવેજ ફૂડના વેચાણ અને ઓનલાઈન ડિલિવરીને લઈને પ્રશાસને એક મોટું પગલું ભર્યું છે. મળતી માહિતી મુજબ અયોધ્યામાં રામ મંદિર અને પંચકોશી માર્ગ પર નોનવેજ ફૂડના વેચાણ પર પ્રશાસને સંપૂર્ણ રોક લગાવી દીધી છે. સાથે જ ફૂડ ડિલિવરી એપને તાકીદ કરવામાં આવી છે તે તો આ વિસ્તારમાં નોનવેજ ફૂડ દિલીવિર નહીં કરી શકે. એવી ફરિયાદ આવી હતી કે પ્રવાસીઓ હોટેલમાં એપથી નોનવેજ ફૂડ ઓર્ડર કરતાં હતા જેના લીધે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતી હતી. અયોધ્યા પ્રશાસને આ મામલે કહ્યું છે કે આ દિશામાં કોઈ ઢીલ આપવામાં આવશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરવા પણ FIR પણ દાખલ થઈ શકે છે. પહેલા આ પ્રતિબંધ માત્ર ઢાબાઓ અને હોટેલ સુધી જ સીમિત હતો પણ હવે આ નિયમ ઓનલાઈન ડિલિવરી એપ્સ પર અમલી કરવામાં આવ્યો છે.

નિયમોના ઉલ્લંઘન પર થશે FIR

અયોધ્યા પ્રશાસને કહ્યું છે કે આ બાબતે કોઈ ઢીલ કે કોઈને છૂટ આપવામાં આવશે નહીં. અને જો નિયમોનું ઉલ્લંઘન થશે તો FIR પણ દાખલ થઈ શકે છે. આ પહેલા આ પ્રતિબંધ માટે હોટેલ અને નાની દુકાનો સુધી જ સીમિત હતો પણ પ્રવાસીઓ હોટેલમાં રહીને ઓનલાઈન એપ પર નોનવેજ ફૂડ મંગાવીને આરોગતા હતા જે ફરિયાદ અટકી નહિ અને તેથી સહાયક ખાદ્ય આયુક્ત માણિક ચંદ્ર સિંહે રક કડક પગલું અપનાવ્યું. તેમણે જણાવ્યું કે આ નિર્દેશને લઈને તમામને નોટિસ આપવામાં આવી છે. અયોધ્યા ધામથી પંચકોશી સુધી રેસ્ટોરન્ટ, દુકાનો, હોમસ્ટેમાં પણ નોનવેજ બનાવવું કે પીરસવા પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ ફૂડ ડિલિવરી એપ્સને પઆન કડક ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં હાડ ધ્રુજાવતી ઠંડી-ગાઢ ધુમ્મસનો કહેર, દક્ષિણ રાજ્યોમાં વરસાદનો માર, જાણો હવામાનના હાલ

Vtv App Promotion

કોઈને છૂટ કે ઢીલ આપવામાં આવશે નહીં

તેમણે વધુમાં જણાવ્યું કે આ નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે મોનીટરીંગ ચાલુ છે, કોઈ પણ લાપરવાહને છૂટ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે 15 કિલોમીટરનું પંચકોશી માર્ગ સરયૂ કિનારે આવેલો છે જ્યાં કપિલધારા, રામ રેશમ, શિવપુર, કણક - કણેશ્વર અને બાહુકની વચ્ચે ડઝન મંદિરો છે. એવામાં ભક્તો અંહિયા મોટી સંખ્યામાં આવે છે અને રામ નામ જપએ છે એવામાં આ પવિત્ર રસ્તા પર માંસાહાર ભોજનના વેચાણને લઈને ભક્તોએ નારાજગી વ્યક્ત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya News Non-Veg Food Ban Ram Mandir Area
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ