બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઉત્તર ભારતમાં હાડ ધ્રુજાવતી ઠંડી-ગાઢ ધુમ્મસનો કહેર, દક્ષિણ રાજ્યોમાં વરસાદનો માર, જાણો હવામાનના હાલ
Last Updated: 10:25 AM, 10 January 2026
Weather News: હાલમાં દેશમાં બે અત્યંત ખરાબ હવામાન પરિસ્થિતિઓ ચાલી રહી છે. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, જ્યારે ગાઢ ધુમ્મસનો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે દક્ષિણ ભારત પર બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનનો ખતરો તોળાઈ રહ્યો છે, જેના કારણે ભારે વરસાદ થવાની ધારણા છે.
ADVERTISEMENT
ઉત્તર ભારતમાં પહાડોથી મેદાનો સુધી રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર અને મધ્ય ભારતમાં કડકડતી ઠંડી, શીતલહેર અને ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે. હવામાન વિભાગ (IMD) પ્રમાણે, ઉત્તર પશ્ચિમ ભારત અને બિહારમાં આગામી 5-7 દિવસ દરમિયાન, જ્યારે મધ્ય ભારત, ઉત્તરપૂર્વ ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં આગામી 2-3 દિવસ દરમિયાન સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, બિહાર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી 2-3 દિવસો દરમિયાન કોલ્ડ ડેની સ્થિતિ રહેવાની સંભાવના છે.
दैनिक मौसम परिचर्चा (09.01.2026)
— India Meteorological Department (@Indiametdept) January 9, 2026
दक्षिण-पश्चिम बंगाल की खाड़ी के ऊपर गहन अवदाब बना हुआ है।
YouTube : https://t.co/IIHqpv9Pel
Facebook : https://t.co/EKLWu0DFmT#DenseFog #ColdWave #ColdDay #Groundfrost #Rainfall #Thunderstorms #DeepDepression #Meteorology #Mausam@moesgoi… pic.twitter.com/A7nGA9C3bF
ADVERTISEMENT
ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વચ્ચે દક્ષિણ ભારતમાં આકાશમાંથી આફત વરસી શકવાની સંભાવના છે. બંગાળની ખાડી પર એક ડીપ ડિપ્રેશનને કારણે 10-11 જાન્યુઆરીએ તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદની ચેતવણી આપી છે.
Deep depression over southeast Bay of Bengal
— India Meteorological Department (@Indiametdept) January 9, 2026
For more information, visit Us : https://t.co/w8q0AaviYI#Meteorology #Satellite #DeepDepression @moesgoi @airnewsalerts @DDNational @ndmaindia @ICRER_MHA pic.twitter.com/mnbOhrCzQW
ADVERTISEMENT
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. શુક્રવારે દિલ્હી-એનસીઆરમાં શિયાળાની સૌથી ઠંડી સવાર નોંધાઈ હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં દિલ્હીમાં શીત લહેરની સ્થિતિ યથાવત રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કેટલાક વિસ્તારોમાં હળવો ઝરમર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી દિવસોમાં હવામાન મિશ્ર રહી શકે છે. આગામી બે થી ત્રણ દિવસમાં કડકડતી ઠંડી અને ધુમ્મસથી થોડી રાહત મળવાની અપેક્ષા છે. તડકો નીકળવાને કારણે ધુમ્મસ અને ઠંડીમાં રાહત આપશે. ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદની પણ અપેક્ષા છે.
ADVERTISEMENT

જોકે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઠંડીની અસર ઓછી નહીં થાય. 11 થી 14 જાન્યુઆરી દરમિયાન રાજસ્થાનમાં તીવ્ર શીત લહેરની આગાહી છે. દરમિયાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો સાથે ભારે હિમવર્ષા થવાની ધારણા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: પત્રકાર કોલોનીમાં ઑડી કારે કેટલાય લોકોને કચડયા, બેનાં મોત, 12થી વધુ ઘાયલ
કાશ્મીર ઘાટીમાં હાલમાં "ચિલ્લા-એ-કલાં" તરીકે ઓળખાતો શિયાળાનો સૌથી કઠોર સમયગાળો છાતી રહ્યો છે. શુક્રવારે રાત્રે શ્રીનગરમાં આ સીઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ, જેના કારણે દાલ લેકના કેટલાક ભાગો સંપૂર્ણપણે થીજી ગયા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડીનો આ સમય 29 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. 21 જાન્યુઆરી સુધી શુષ્ક હવામાન રહેવાની ધારણા છે, જેના કારણે રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ પછી જ લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો થોડો વધારો થવાની ધારણા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.