બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પત્રકાર કોલોનીમાં ઑડી કારે કેટલાય લોકોને કચડયા, બેનાં મોત, 12થી વધુ ઘાયલ

જયપુર / પત્રકાર કોલોનીમાં ઑડી કારે કેટલાય લોકોને કચડયા, બેનાં મોત, 12થી વધુ ઘાયલ

Vidhata Gothi

Last Updated: 10:12 AM, 10 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jaipur Audi Accident: જયપુરમાં પત્રકાર કોલોની નજીક ખારબાસ ચાર રસ્તા પર એક ઝડપી ઓડી કારે અનેક લોકોને કચડી નાખ્યા, અકસ્માતમાં બે લોકોના મોત થયા અને 12 લોકો ઘાયલ થયા.

રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે રાતે રફ્તારનો કહેર જોવા મળ્યો. જયપુરમાં પત્રકાર કોલોની નજીક ખારબાસ ચાર રસ્તા પર એક ઝડપી ઑડી કારે કેટલાય લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને 12 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.

માહિતી પ્રમાણે, ખારબાસ સર્કલ નજીક એક સ્પીડમાં આવતી ઑડી કારે બેકાબૂ થઈ ગઈ, પછી તે ડિવાઇડર સાથે અથડાઈ અને પછી રસ્તાની બાજુમાં રાહદારીઓ અને ખાણીપીણીની લારીઓ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે વ્યક્તિના મોતના અહેવાલ છે. તમામ ઘાયલોને SMS અને જયપુરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, ઑડી કાર ઓવરસ્પીડમાં હતી અને ડિવાઇડર સાથે અથડાયા પછી બેકાબુ થઈ ગઈ અને લગભગ 30 મીટર સુધી રસ્તા પરની એક ડઝનથી વધુ લારીઓ સાથે અથડાઈ. રસ્તા પરના ખાણીપીણીની લારીઓ પાસે હાજર લોકોને કારે કચડી દીધા. અકસ્માતની માહિતી મળતાં, મુહાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે જયપુરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઑડી કાર જપ્ત કરી લેવામાં આવી છે, અને તપાસ ચાલી રહી છે.

અકસ્માત સમયે ઑડી કારમાં ચાર લોકો સવાર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કારમાં સવાર બે લોકો ઘટનાસ્થળેથી ફરાર થાઈ ગયા અને અન્ય બેને ઘટનાસ્થળે હાજર લોકોએ પકડી લીધા અને માર માર્યો હતો. અકસ્માતમાં સામેલ ઑડી કારનો નંબર દમણ અને દીવનો હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ, આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખિંવસાર અને સીએમઓ અધિકારીઓને ઘાયલોને સંભાળ અને સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક એસએમએસ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

vtv app promotion

FSL ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાર જપ્ત કરી લેવામાં આવી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, અકસ્માત શુક્રવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ પત્રકાર કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારાબાસ સર્કલ પાસે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે, કાર ચાલક નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. જો લોકો ભાગવા ન લાગ્યા ગયા હોત તો ઘણા લોકોના જીવ ગયા હોત.

આ પણ વાંચો: અંકિતા ભંડારી હત્યાકાંડની તપાસ CBIને હવાલે, મુખ્યમંત્રીએ ધામીએ કરી ભલામણ

મુખ્યમંત્રી ભજન લાલે આપ્યા તપાસના આદેશ

મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ પત્રકાર કોલોનીમાં થયેલા માર્ગ અકસ્માત પ્રત્યે સંવેદનશીલતા વ્યક્ત કરતા જયપુર શહેર અને હોસ્પિટલ વહીવટી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. મુખ્યમંત્રી હાલ જોધપુરની મુલાકાતે છે. મુખ્યમંત્રીની સૂચના બાદ, આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખિંવસાર પહેલા જયપુરિયા હોસ્પિટલ અને પછી ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈને ઘાયલોની પૂછપરછ કરી. ડોક્ટરોની એક ટીમ ઘાયલોનું સતત નિરીક્ષણ કરી રહી છે. પોલીસ કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓની શોધ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jaipur Audi Accident Road Acciddent in Jaipur Rajasthan News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ