ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / એર ઇન્ડિયાના વિમાનમાં મહિલાએ આપ્યો બાળકને જન્મ, પાઇલટની મહત્ત્વની ભુમિકા

દુર્લભ / એર ઇન્ડિયાના વિમાનમાં મહિલાએ આપ્યો બાળકને જન્મ, પાઇલટની મહત્ત્વની ભુમિકા

Published By: Vidhata Gothi

Last Updated: 02:57 PM, 25 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Woman Gave Birth In Flight: મસ્કતથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઇટમાં એક મહિલા મુસાફરની હવામાં જ ડિલિવરી કરાવવામાં આવી. આ દરમિયાન કેબિન ક્રૂ, ફ્લાઈટમાં હાજર એક નર્સ અને પાઇલટસે મહત્ત્વની ભૂમિકા ભજવી.

ADVERTISEMENT

ઘણીવાર તમે સમાચારમાં વાંચ્યું હશે કે કશે સાંભળ્યું હશે કે બસ કે ટ્રેનમાં મુસાફરી કરતી કોઈ મહિલાએ બાળકને જન્મ આપ્યો. પરંતુ એવી ઘટનાઓ ઘણી દુર્લભ હોય છે કે કોઈ મહિલાએ ફ્લાઇટમાં બાળકને જન્મ આપ્યો હોય. ગુરુવારે આવો જ એક કિસ્સો જોવા મળ્યો. મસ્કતથી મુંબઈ જઈ રહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનમાં એક મહિલાએ હવામાં બાળકને જન્મ આપ્યો.

ફ્લાઇટમાં થઈ બાળકની ડિલિવરી

માહિતી અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન મસ્કતથી મુંબઈ આવી રહ્યું હતું. આ દરમિયાન, જયારે વિમાન હવામાં હતું, ત્યારે થાઇલેન્ડની એક મહિલાને પ્રસૂતિ પીડા થવા લાગી. આ જોઈને ફ્લાઇટમાં રહેલા બધા મુસાફરો ગભરાઈ ગયા, પરંતુ કેબિન ક્રૂ અને એક નર્સે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, ક્રૂએ મહિલાને મદદ કરી અને તેમની ટ્રેનિંગનો ઉપયોગ કરીને યોગ્ય અને સલામત વાતાવરણ બનાવવામાં મદદ કરી. તેમણે પોતાની ટ્રેનિંગ અને સમજણનું ઉદાહરણ આપતા ફ્લાઇટમાં જ મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી. આ પછી, પાઇલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને મુંબઈમાં ઇમરજન્સી પ્રાયોરિટી લેન્ડિંગ માટે પરમિશન મેળવી.

Vtv App Promotion 2

એર ટ્રાફિક કંટ્રોલને કરી જાણ

વિમાનમાં બાળકનો જન્મ થવાની આ દુર્લભ ઘટના પછી, વિમાનના પાઇલટ્સે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને મુંબઈમાં પ્રાયોરિટી લેન્ડિંગની વિનંતી કરી, જ્યાં તબીબી ટીમ અને એમ્બ્યુલન્સ પહેલાથી જ તૈયાર હતી. ફ્લાઇટ લેન્ડ થતાંની સાથે જ, પહેલાથી જ તૈયાર એમ્બ્યુલન્સમાં તાત્કાલિક માતા અને બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં એરલાઇનની એક મહિલા કર્મચારી પણ તેમને સહાય પૂરી પાડવા માટે હાજર રહી. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં બાળકના જન્મની ઘટનામાં, કેબિન ક્રૂ અને નર્સે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જો પ્રસૂતિ પીડાથી પીડાતી મહિલાને સમયસર મદદ ન મળી હોત, તો મોટી ઘટના ઘટી શકી હોત.

આ પણ વાંચો: જમાઇએ સસરાના ઘરે કર્યું તાંડ, 2 એમ્બ્યુલન્સ સાથે કર્યો હુમલો 10 ઘાયલ

કેબિન ક્રૂએ સુરક્ષિત ડિલિવરીમાં કરી મદદ

કોકપીટ અને કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ, મેડિકલ રિસ્પોન્ડર્સ અને એરપોર્ટ અધિકારીઓ વચ્ચેના સારા સંકલનથી આ ડિલિવરીને સુરક્ષિત બનાવવામાં મદદ મળી. ફ્લાઈટના બે પાઇલટ, કેપ્ટન આશિષ વાઘાણી અને કેપ્ટન ફરાઝ ટ્રાફિક કંટ્રોલર સાથે સતત સંપર્કમાં રહ્યા, તો સિનિયર કેબિન ક્રૂ સ્નેહા નાગા, કેબિન ક્રૂ ઐશ્વર્યા શિર્કે, આસિયા ખાલિદ અને મુસ્કાન ચૌહાણે ડિલિવરીમાં મદદ કરી. એર ઇન્ડિયા એક્સપ્રેસ મુંબઈમાં થાઇલેન્ડના કોન્સ્યુલેટ જનરલ સાથે સંપર્કમાં છે જેથી મહેમાનોને તેમના દેશની આગળની મુસાફરીમાં મદદ મળી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Air India Express National News Woman Gave Birth In Flight

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ