ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મેઘરાજા ભૂક્કા બોલાવશે! ગુજરાત સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

એલર્ટ / મેઘરાજા ભૂક્કા બોલાવશે! ગુજરાત સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

Published By: Pravin Joshi

Last Updated: 10:28 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન હતા, પરંતુ હવે ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. દેશના અનેક રાજ્યોમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે.

ADVERTISEMENT

દેશભરમાં ફરી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવખત ખતરનાક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા દિવસોમાં પૂર્વી રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. એ ઉપરાંત બિહાર, ગંગીયા પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પૂર્વોત્તર ભારતમાં પણ વરસાદની આગાહી

IMDના રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. સાથે સાથે હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી-ચંડીગઢ, તટીય આંધ્ર પ્રદેશ, સોરાષ્ટ્ર-કચ્છ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈકેલમાં પણ ઝાપટાં પડશે એવી સંભાવના છે.

Rain-Forecast-04_v5B86nG

26 ઑગસ્ટ સુધી એલર્ટ

મોસમ વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ 24 થી 26 ઑગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. 24 અને 25 તારીખે અલગ-અલગ વિસ્તારોમાં મોસમની અસર વધુ જોવા મળશે.

Rain-Forecast-01

મધ્ય પ્રદેશમાં ઓરેન્જ અને યેલો એલર્ટ

આવતા 24 કલાક માટે મોસમ વિભાગે શિવપુરિ, રાજગઢ, આગર, મંધસોર, નીમચ અને ગુના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે શાજાપુર, અશોકનગર, મોરેના, અલીરાજપુર, ઝાબુઆ, ધાર, રતલામ અને ઉજ્જૈન જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો : રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ, જાણો ભારતમાં કેટલા કરોડનું માર્કેટ

આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ ચોમેર જોવા મળશે અને નદી-નાળા ભરાવાની શક્યતા છે. મોસમ વિભાગે લોકોને ચેતવણી આપી છે કે સાવચેતી રાખે અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD HeavyRain Forecast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ