બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા પટેલ પરિવારના 6 સભ્યોના ઘટનાસ્થળે જ નિધન

દુખદ / ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા પટેલ પરિવારના 6 સભ્યોના ઘટનાસ્થળે જ નિધન

Priykant Shrimali

Last Updated: 11:23 PM, 7 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Accident : મંદિરથી પરત ફરી રહેલા પરિવારની કારે ઓવરટેક કરતી વખતે કાબુ ગુમાવ્યો અને ઇનોવા કાર નિયંત્રણ ગુમાવી 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, અહીં જાણો તમામ વિગતો

Car Accident : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રવિવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સપ્તશૃંગી મંદિરથી પરત ફરી રહેલા પરિવારની ઇનોવા કાર નિયંત્રણ ગુમાવી 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોનું ઘટનાસ્થળે જ દુર્ભાગ્યે મોત થયું હતું. અકસ્માત વાણી ગામ નજીકના ભવારી ધોધ પાસે આવેલા ઘાટના ખતરનાક વળાંક પર બન્યો હોવાનું જાણવા મળે છે.

ઓવરટેક દરમિયાન નિયંત્રણ ગુમાવતાં કાર ખીણમાં પટકાઈ

પ્રાથમિક માહિતી મુજબ ઇનોવા કાર ઘાટ પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવ્યો હતો. પરિણામે કાર સીધી 800 ફૂટ નીચે ખીણમાં ધસી ગઈ. મૃત્યુ પામનારાઓમાં કીર્તિ પટેલ (50), રસીલા પટેલ (50), વિઠ્ઠલ પટેલ (65), લતા પટેલ (60), પચન પટેલ (60) અને મણિબેન પટેલ (60)નો સમાવેશ થાય છે. બધા જ લોકો પિંપળગાંવ બસવંત ગામના રહેવાસી હતા.

બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ

અકસ્માતની જાણ થતાં પોલીસ સપ્તશૃંગી ગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ગ્રામ્ય પરિષદની ટુકડીઓ સ્થળ પર દોડી આવી હતી. પરંતુ કાર જ્યાં પટકાઈ હતી તે સ્થળ અત્યંત જોખમી અને ઊંડા ખીણવાળો હોવાથી બચાવકર્મીઓને નીચે પહોંચવામાં ભારે અડચણો આવી રહી છે. અત્યાર સુધી મૃતદેહો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાસિકથી વધારાની બચાવ ટીમોને બોલાવી કામગીરી તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો : 610 કરોડ રિફંડ, 3000 બેગ આપી, 6 દિવસની અફરા-તફરી બાદ ઈન્ડિગોની 1650 ફ્લાઈટ ટ્રેક પર

રસ્તાની ખરાબ હાલત પર સ્થાનિકોમાં આક્રોશ

સ્થાનિક રહેવાસીઓએ જાહેર બાંધકામ વિભાગ (PWD) પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, ઘાટનો આ વળાંક વર્ષોથી ખરાબ હાલતમાં છે અને અનેક વખત ફરિયાદો કરવા છતાં સમારકામ કરવામાં આવ્યું નથી. દાવો કરવામાં આવે છે કે રસ્તાની ખરાબ સ્થિતિ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Innova car Nashik Saptashrungi temple
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ