ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ફરી એક્સ પર પાછી ફરી 'કોકરોચ જનતા પાર્ટી', હવે શું રાખ્યું નામ?, આ અંદાજમાં કરાયો કટાક્ષ
Last Updated: 05:23 PM, 21 May 2026
ADVERTISEMENT
Cockroach Janta Party: ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા દિવસોથી ભારે ચર્ચામાં રહેલી ડિજિટલ પોલિટિકલ મૂવમેન્ટ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) નું સત્તાવાર એક્સ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. પરંતુ કોકરોચ જનતા પાર્ટી ફરી એક્સ પર પાછી ફરી છે. જો કે તેણે તેનું નામ બદલ્યું છે, પણ તેના ડીપીમાં કોકરોચ જનતા પાર્ટી લખેલુ છે. આ વખતે એકાઉન્ટનું નામ 'કોકરોચ ઇજ બેંક' રાખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
કોકરોચ જનતા પાર્ટી ફરી સોશિયલ મીડિયા એક્સ પર પરત ફરી છે. જો કે તેણે પોતાનું નામબદલી દીધુ છે. પણ તેના ડીપીમાં કોકરોચ જનતા પાર્ટી જ લખેલુ છે. આ વખતે એકાઉન્ટનું નામ 'કોકરોચ ઇજ બેક' રાખવામાં આવ્યું છે. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક હોવાનો દાવો કરનારા અભિજીત દિપકાએ પોતે આ વિશે પોસ્ટ કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, 'હમણાં ફોલો કરો.' હાલમાં આ એકાઉન્ટમાંથી બે પોસ્ટ કરવામાં આવી છે. તમને જણાવીએ કે કોકરોચ જનતા પાર્ટી એકાઉન્ટ X પર પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, આ એકાઉન્ટ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ જોડાયા હતા.
પોસ્ટમાં શું લખ્યું હતું?
ADVERTISEMENT
એક્સ પર એકાઉન્ટ ફરીથી બનાવતાની સાથે જ કોકરોચ પાર્ટીએ કટાક્ષભરી ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. પહેલી પોસ્ટમાં "કોકરોચ ઇસ બેંક" નો ફોટો અને કેપ્શન લખ્યું, "તમે શું વિચાર્યું, અમારાથી છુટકારો મળી જશે?" બીજી પોસ્ટમાં ભાજપ અને કોંગ્રેસના એકાઉન્ટના સ્ક્રીનશોટ લગાવાયા. ફોટામાં બંને પક્ષોના સોશિયલ મીડિયા એકાઉન્ટ નંબર આપવામાં આવ્યા. તેમાં કહેવામાં આવ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટીની ઝડપથી વધતી લોકપ્રિયતા અને ફેન ફોલોઇંગને કારણે એકાઉન્ટ બંધ કરવાયું હતું.
પાર્ટી કોણે શરૂ કરી?
ADVERTISEMENT
નોંધનીય છે કે પુણેના અભિજીત દિપક નામના એક વ્યક્તિએ આ પાર્ટી ઓનલાઈન શરૂ કરી હતી. તેની વેબસાઇટ પર તે પોતાને "યુવાનોની પાર્ટી, યુવાનો દ્વારા યુવાનો માટે" તરીકે વર્ણવે છે. CJP ને રાતોરાત વાયરલ કરનાર અભિજીત દીપકે ડિજિટલ પોલિટિકલ કોમ્યુનિકેશનના નિષ્ણાત છે. તેઓ વર્ષ 2020 થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ની સોશિયલ મીડિયા અને મીમ-બેઝ્ડ કેમ્પેઈનિંગ ટીમનો મહત્વનો હિસ્સો રહી ચૂક્યા છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ CJP / સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારી 'કોકરોચ જનતા પાર્ટી' નું X એકાઉન્ટ ભારતમાં બ્લોક, જાણો શું છે સમગ્ર વિવાદ
આખરે કેવી રીતે શરૂ થઈ આ ‘કોકરોચ જનતા પાર્ટી’?
ADVERTISEMENT
આ અનોખી પાર્ટીનો ઇતિહાસ માત્ર થોડા દિવસ જૂનો છે. તેની શરૂઆત 16 મે 2026 ના રોજ થઈ હતી. હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એક સુનાવણી દરમિયાન કથિત રીતે દેશના બેરોજગાર અને સોશિયલ મીડિયા પર સક્રિય યુવાનોને લઈને એક કટાક્ષ કરવામાં આવ્યો હતો, જેમાં ચોક્કસ સંદર્ભમાં ‘કોકરોચ’ શબ્દનો પ્રયોગ થયો હતો. આ ટિપ્પણી દેશના ભણેલા-ગણેલા નોકરીયાત અને બેરોજગાર યુવાનોના દિલમાં વાગી ગઈ. બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સનો અભ્યાસ પૂર્ણ કરનાર અભિજીત દીપકેએ આ કટાક્ષને જ હથિયાર બનાવવાનું નક્કી કર્યું અને એક નવી સોશિયલ મીડિયા રાજકીય ઓળખ તરીકે ‘કોકરોચ જનતા પાર્ટી’ નું ગઠન કરી દીધું.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT