બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:24 PM, 8 August 2025
આજના સમયમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે લોકો જોખમ ઉઠાવીને પણ રીલ બનાવવા પાછળ પડી જાય છે. ઘણીવાર આ ક્રેઝ જીવલેણ સાબિત થાય છે. ઝારખંડના કોડરમા જિલ્લામાં પણ એવી જ એક હચમચાવી નાખે તેવી ઘટના બની છે, જ્યાં રીલ બનાવતા કેટલાક છોકરાઓ અને છોકરીઓ પર અચાનક મધમાખીઓના ટોળાએ હુમલો કર્યો. આ હુમલામાં ચાર યુવાઓની હાલત ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ADVERTISEMENT

આ ઘટના કોડરમા જિલ્લાના ચંદવાડા બ્લોકના ચૌરહી ગામની છે. શુક્રવારે સવારે ગામના કેટલાક છોકરાઓ અને છોકરીઓ નજીકના જંગલ વિસ્તારમાં રીલ શૂટ કરવા માટે ગયા હતા. મસ્તી અને ઉત્સાહમાં તેઓ શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે એકે ઝાડની ડાળી તોડી. એ ડાળીમાં મધમાખીઓનું માળું હતું, જેના કારણે ગુસ્સે ભરાયેલી મધમાખીઓનો ટોળો બહાર નીકળ્યો અને સીધો યુવાઓ પર તૂટી પડ્યો.
ADVERTISEMENT

ADVERTISEMENT
અચાનક થયેલા આ હુમલાથી તમામ 6 લોકો ગભરાઈ ગયા અને આમતેમ દોડવા લાગ્યા. જેમાંથી બે લોકો પોતાને બચાવવામાં સફળ રહ્યા, પરંતુ બાકીના 4 યુવાઓ મધમાખીઓના ઘેરા ઘેરાઈ ગયા. ગુસ્સે ભરાયેલી મધમાખીઓએ તેમના શરીરના અનેક ભાગોમાં ડંખ માર્યા, જેને કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
ADVERTISEMENT
હુમલા પછી તરત જ ગામલોકોએ તેમને બચાવીને એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કર્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સાથે જ ટીમના બે બચી ગયેલા સભ્યોએ જણાવ્યું કે ઝાડની ડાળી તોડવાની ભૂલને કારણે આ હુમલો થયો. જેમની પાસે કેમેરા અને શૂટિંગ માટેની વસ્તુઓ હતી, તેઓ જંગલમાં ફસાઈ ગયા અને સમયસર ભાગી શક્યા નહીં. આ ઘટના ફરી એકવાર એ ચેતવણી આપે છે કે સોશિયલ મીડિયા માટેનો ક્રેઝ ક્યારેક જાન પર પણ ભારે પડી શકે છે. ખાસ કરીને કુદરતી સ્થળોએ બેદરકારીથી શૂટિંગ કરવું ભારે જોખમભર્યું સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.