બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પત્નીનું મર્ડર કરીને 2 ગર્લફ્રેન્ડ સાથે માણ્યું શરીરસુખ, લગ્ન કરવા જતાં થઈ ગયો મોટો કાંડ

ચોંકાવનારું / પત્નીનું મર્ડર કરીને 2 ગર્લફ્રેન્ડ સાથે માણ્યું શરીરસુખ, લગ્ન કરવા જતાં થઈ ગયો મોટો કાંડ

Nidhi Panchal

Last Updated: 03:08 PM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના ગંજમ જિલ્લામાં એક એવી ઘટના બની કે જેમાં આત્મહત્યાના દાવા પાછળથી ચોંકાવનારું સત્ય બહાર આવ્યું. પોલીસે ખુલાસો કર્યો કે આ તો એક પ્લાનિંગ કરીને હત્યા હતી, જેમાં પતિ અને તેની બે ગર્લફ્રેન્ડ સામેલ હતા.

ઓડિશાના ગંજમ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટનનો પર્દાફાસ કર્યો છે, પહેલી નજરે આત્મહત્યા જેવી લાગતી ઘટના ખરેખર એક પ્લાનિંગ કરીને હત્યા હોવાનું બહાર આવ્યું છે. ગંજમ જિલ્લાના બેલાગુંઠા પોલીસ સ્ટેશન વિસ્તારના નુઆગાંવ ગામમાં આ બનાવ બન્યો હતો. ગયા સોમવારે 28 વર્ષીય પૂજા નાયકનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. શરૂઆતમાં આ ઘટના આત્મહત્યા લાગતી હતી, પરંતુ પોલીસે તપાસ કરી ત્યારે સત્ય બહાર આવ્યું. પોલીસે મૃતકના પતિ સંતોષ નાયક (30) અને તેની બે ગર્લફ્રેન્ડ અનિતા નાયક (26) અને શ્રુતિ પરિદા (21) ની ધરપકડ કરી છે.

murder-plate

પોલીસ માહિતી અનુસાર, સંતોષ મજૂરી કરતો હતો અને લગભગ 12 વર્ષ પહેલાં પૂજા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને 4 સંતાનો છે – ત્રણ પુત્રી અને એક પુત્ર. મૃતકની માતા શાંતિ નાયકએ જણાવ્યું કે તેની દીકરી ઘણીવાર પતિ સાથેના ઝઘડાઓને લઈને હેરાન રહેતી હતી, કારણ કે સંતોષના બે મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધ હતા. આ કારણે પૂજાને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. શાંતિ નાયકના જણાવ્યા પ્રમાણે, તેની દીકરી લાંબા સમયથી ત્રાસ સહન કરી રહી હતી અને તેને મારી નાખીને આત્મહત્યા જેવી ઘટના બનાવી બતાવવામાં આવી છે.

murder-mystry

ઘટનાના દિવસે શું થયું હતું?

ઘટનાના દિવસે સંતોષે શાંતિ નાયકને ફોન કરીને કહ્યું કે પૂજાએ ફાંસી ખઇને આત્મહત્યા કરી છે. પરંતુ જ્યારે શાંતિ પુત્રીના ઘરે પહોંચી, ત્યારે તેને અંદર જવા દેવામાં આવી ન હતી. દરવાજા પરથી જ તેણે તેની પુત્રીને કપડામાં લપેટાયેલી હાલતમાં જમીન પર પડેલી જોઈ. આ પછી તેણે તરત જ પોલીસને લેખિત ફરિયાદ કરી. ફરિયાદના આધારે બેલાગુંઠા પોલીસના અધિકારી સાથે ટીમ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહ કબજે કર્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો.

crime-simple

પોસ્ટમોર્ટમ રિપોર્ટ

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળા દબાવવાના નિશાન અને શરીર પરની ઈજાઓ જોઈને પોલીસને ખાતરી થઈ કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. વધુ તપાસમાં ખુલ્યું કે ઘટનાના દિવસે પૂજા અને સંતોષ વચ્ચે વાદવિવાદ થયો હતો. પોલીસનું માનવું છે કે તે વાદવિવાદ દરમિયાન અથવા પછી, સંતોષ અને તેની બે ગર્લફ્રેન્ડ મળીને પૂજાની હત્યા કરી અને તેને લટકાવી આત્મહત્યા જેવી સ્થિતિ ઊભી કરી છે.

app promo4

પોલીસ સૂત્રો અનુસાર, સંતોષના અનિતા અને શ્રુતિ સાથે લાંબા સમયથી સંબંધ હતા, જેના કારણે દંપતી વચ્ચે તણાવ વધતો ગયો. ગામના લોકોએ પણ ઘણી વાર પંચાયત સ્તરે વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. તેના બદલે સંતોષ અને તેની સાથીદારોનું વર્તન વધુ કઠોર બનતું ગયું.

આ પણ વાંચો : દોડતી બસ પર ઝાડ પડતાં 5 લોકોના મોત, મહિલા બોલી, 'અહીં જિંદગીનો સવાલ વીડિયોની પડી છે'

હાલમાં ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ ચાલી રહી છે. પોલીસે ફોન રેકોર્ડ, સાક્ષીઓના નિવેદનો અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવા ભેગા કરી રહ્યા છે, જેથી સત્ય શું છે તે બહાર આવે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને આરોપીઓને કડક સજા અપાવવા કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ઘટના બાદ ગામમાં ભારે રોષ ફેલાયો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે ગુનેગારોને વહેલી તકે કડક સજા આપવામાં આવે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Odisha crime news Ganjam case husband and girlfriends arrested
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ