ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ટ્રક ડ્રાઈવરના પ્રેમમાં પાગલ થઈ છોકરી, ઘર-બાર છોડીને મંદિરમાં લીધા ફેરા, લવસ્ટોરી વાંચવા લલચાશો
Last Updated: 01:49 PM, 11 August 2025
ADVERTISEMENT
જમુઈ: આજના જમાનામાં સોશિયલ મીડિયાવાળી ફ્રેન્ડશીપ અને લવ સ્ટોરી હવે સામાન્ય થઈ ચૂકી છે. પણ જમુઈ જિલ્લામાંથી એક અનોખી લવ સ્ટોરી સામે આવી છે. જ્યાં એક 19 વર્ષની યુવતીએ 25 વર્ષના ટ્રક ડ્રાઈવરને દિલ દઈ બેઠી. તેની સાથે જીવવા-મરવાની કસમો ખાધી અને ચાર વર્ષ સુધી પ્રેમમાં રહ્યા બાદ ઘરબાર છોડવાનો નિર્ણય લીધો. પુખ્ત વયની થતાં યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો અને બંને ભાગી ગયા. પરિવાર તેમના લગ્ન વિરુદ્ધ હતો અને તેઓ નહોતા ઈચ્છતા કે બંનેના લગ્ન થાય, પણ પછી એવું થયું કે પરિવારને પણ આ સંબંધ માન્ય રાખવો પડ્યો.
ADVERTISEMENT

જમુઈ જિલ્લાના મલયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બગીચા કટૌના ગામના પાડોશમાં રહેતા યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી ઘરેથી ભાગી મંદિરમાં લગ્ન કરી લીધા હતા. મંદિરમાં લગ્ન કર્યા બાદ આ પ્રેમી કપલે વીડિયો વાયરલ કરવાની જાણકારી આપી. એક જ ગામમાં 20 મીટરના અંતર પર રહ્યા બાદ બે ઘરની કહાણી હવે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. ચાર વર્ષ સુધી પ્રેમમાં રહ્યા બાદ આખરે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. આ પ્રેમ વિવાહમાં સામાજિક બંધનો તોડતા આંતર્જાતીય લગ્નની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT

જાણકારી અનુસાર, 25 વર્ષનો યુવક સુજીત કુમાર નાનપણથી જ પોતાના માસા-માસીના ઘરે બગીચા કટોનામાં રહીને ભણતો હતો. આ દરમ્યાન તેની મુલાકાત પાડોશમાં રહેતી 19 વર્ષની રીતા કુમારી સાથે થઈ. બંને વચ્ચે ચાર વર્ષ સુધી પ્રેમ ચાલતો રહ્યો અને જેવું રીતા 19 વર્ષની થઈ, સુજીત તેને લઈને ફરાર થઈ ગયો. જાણકારી અનુસાર, 7 ઓગસ્ટના રોજ બંને લખીસરાય પહોંચ્યા અને 8 ઓગસ્ટે મંદિરમાં લગ્ન કરી લીધા. ત્યાર બાદ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
ADVERTISEMENT
વધુમાં વાંચો: નામચીન જુગારીઓ સાથે જુગાર રમતા ઝડપાયા ગુજરાત ભાજપના નેતાઓ, પોલીસે ધરપકડ કરી
વીડિયોમાં રીતાએ ખુલીને કહ્યું કે તે પોતાની ઈચ્છાથી સુજીત સાથે આવી છે અને તેના માટે તેણે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. તેણે એવી પણ અપીલ કરી કે સુજીતના પરિવાર અને બગીચા કટૌનાના સંબંધીઓને કોઈ પરેશાન ન કરે. હાલમાં સુજીત ટ્રક ડ્રાઈવરનું કામ કરી રહ્યો છે. જો કે અત્યાર સુધી બંનેના પરિવારે આ મામલે પોલીસને જાણકારી આપી નથી. નવવિવાહિત કપલ લખીસરાયમાં રહે છે અને પરિવાર પણ આ સંબંધને સ્વીકાર કરવાની વાત કરી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ