ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નામચીન જુગારીઓ સાથે જુગાર રમતા ઝડપાયા ગુજરાત ભાજપના નેતાઓ, પોલીસે ધરપકડ કરી

ગુજરાત / નામચીન જુગારીઓ સાથે જુગાર રમતા ઝડપાયા ગુજરાત ભાજપના નેતાઓ, પોલીસે ધરપકડ કરી

Published By: Maulik Patel

Last Updated: 12:35 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલ જિલ્લામાં વધુ એક વખત જુગારધામનો પર્દાફાશ થયો છે. કાલોલ નગરપાલિકાના બે નામચીન ભાજપ નેતાઓ સહીત 27 લોકો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા છે. સ્ટેટ વિજિલન્સ સેલની ટિમે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડી હાજર લોકોને ઝડપી લીધા હતા.

ADVERTISEMENT

શ્રાવણ મહિનામાં એક તરફ ભગવાન ભોળાનાથની ભક્તિમાં શિવભક્તો એકાકાર બન્યાં છે, તો બીજી તરફ જુગારના શોખીનો પણ દિવસ-રાત જુગારની બાજીઔમા પસાર કરી રહ્યાં છે. ત્યારે ઘણા કિસ્સાઓમાં પોલીસ વિલન બની જુગારના રંગમાં ભંગ પાડતી હોય છે. કાલોલ શહેરમાં રાજકીય કચકચાટ વચ્ચે મોટા જુગાર કાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ વિજિલન્સ સેલે દરોડા પાડી 27 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં કાલોલ નગરપાલિકાના બે ભાજપના કાઉન્સિલરો પણ શામેલ છે.

JUGARIO-2

આશિષ સુથાર અને અર્જુન રાઠોડ નામના આ બંને રાજકીય આગેવાનોએ જાતે જ કાયદાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. વિજિલન્સના દરોડા દરમિયાન અંદાજે 40 લોકો જુગાર રમી રહ્યા હતા. જોકે, આમાંથી 13 શખ્સો બાઇક છોડીને સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા. હાલ પોલીસે તેમની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

JUGARIO-3

દરોડા દરમ્યાન કાલોલ નગરપાલિકાના બે ભાજપ કાઉન્સિલરો – આશિષ સુથાર અને અર્જુન રાઠોડ – સહિત 27 શખ્સો પોલીસના હાથે ઝડપી પડાયા હતા. ઘટનાસ્થળે આશરે 40 જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા, જેમાંથી 13 જેટલા શખ્સો બાઇક છોડીને ફરાર થઇ ગયા હતા. પોલીસ હવે તેમની શોધખોળ ચલાવી રહી છે. વિશેષ વાત એ છે કે, જુગારના આ અડ્ડામાં પિતા અને દીકરા બંને સાથે મળીને જુગાર રમી રહ્યા હતા, જે ગુનાહિત પ્રવૃત્તિમાં પરિવારીક ભાગીદારીની ગંભીર ચિંતા ઊભી કરે છે.

vtv app promotion

સ્ટેટ વિજિલન્સ સેલની ટીમે જુગારધામમાંથી રોકડ રકમ, જુગારના સામાન અને બાઇક સહીત પુરાવા જપ્ત કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને ચૂંટણી પૂર્વે આવી ઘટનાઓ પાર્ટીની છબી પર ગંભીર અસર પાડી શકે છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં સ્થાનિક નેતાઓનું ભાગીદારી દર્શાવે છે કે કાયદાકીય ભય ઓછો અને જુગાર પ્રત્યેનો ઝોક વધુ છે.

વધુમાં વાંચો: અમદાવાદમાં નેહરુનગર પાસે કાર ચાલકે ટુ વ્હીલરને મારી ટક્કર, બે યુવાનોના મોત

દહેગામના બહિયલ ગામમાં કેટલાક શખ્સો પૈસા પાનાથી જુગાર રમતા પકડાયા

બહિયલ ગામના શોપિંગ સેન્ટર નજીક ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાનપોલીસે જુગાર રમતા 8 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી જુગારના સાધનો અને રોકડ રકમ સહિત 14 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દહેગામ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બહિયલ ગામના ઉગમણા ફળિયા નજીક આવેલા શોપિંગ સેન્ટર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પૈસા પાનાથી જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat gambling case vijilance team raided

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ