બ્રેકિંગ ન્યુઝ
National News: જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચારા સામે આવી રહ્યા છે, જેમાં કિશ્તવાડ જિલ્લાના પદ્દર સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાની ઘટના બની છે. પદ્દરના ચિશોટી ગામમાં માચૈલ માતા મંદિર પાસે વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાની ઘટના બાદ આ વિસ્તારમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઘટના બાદ ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
#WATCH | J&K | A flash flood has occurred at the Chashoti area in Kishtwar, which is the starting point of the Machail Mata Yatra. Rescue Operations have been started. pic.twitter.com/dQbUBx46A9
— ANI (@ANI) August 14, 2025
રાહત અને બચાવની કાર્યવાહી શરુ કરવામાં આવી
ADVERTISEMENT
ઘટનાની માહિતી મળ્યા પછી, મોદી સરકારમાં મંત્રી જીતેન્દ્ર સિંહે સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરીને ઘટનાની ઘટના અંગેની માહિતી મેળવીને રાહત કાર્ય માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, 'જમ્મુ અને કાશ્મીરના વિરોધી પક્ષ અને સ્થાનિક ધારાસભ્ય સુનીલ કુમાર શર્મા પાસેથી માહિતી મળ્યા પછી, મેં કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ કુમાર શર્મા સાથે વાત કરી હતી. ચોસીટી વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે જાનહાનિ થવાની સંભાવના છે. વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયું છે અને બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે'.
#WATCH | J&K | A flash flood has occurred at the Chashoti area in Kishtwar, which is the starting point of the Machail Mata Yatra. Rescue Operations have been started. pic.twitter.com/dQbUBx46A9
— ANI (@ANI) August 14, 2025
ADVERTISEMENT
શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવશે
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ વધુમાં લખ્યું હતું કે 'નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી બચાવ અને તબીબી વ્યવસ્થાપન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હું સતત અપડેટ મેળવી રહ્યો છું અને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
ADVERTISEMENT

વધુ વાંચો : 300થી વધારે રસ્તાઓ બંધ, 2 પુલો ધરાશાયી, ઓરેન્જ એલર્ટ, જુઓ હિમાચલમાં કુદરતે કેવો વિનાશ વેર્યો
ADVERTISEMENT
હવામાન વિભાગની ચેતવણી જાહેર
વાદળ ફાટ્યનાની ઘટના બાદ શ્રીનગર હવામાન કેન્દ્રે જણાવ્યું છે કે, 'આગામી 4-6 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા, શ્રીનગર, ગાંદરબલ, બડગામ, પૂંચ, રાજૌરી, રિયાસી, ઉધમપુર, ડોડા, કિશ્તવાડના પહાડી વિસ્તારો, કાઝીગુંડ-બનિહાલ-રામબન ધરીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.