બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 300થી વધારે રસ્તાઓ બંધ, 2 પુલો ધરાશાયી, ઓરેન્જ એલર્ટ, જુઓ હિમાચલમાં કુદરતે કેવો વિનાશ વેર્યો
Last Updated: 01:45 PM, 14 August 2025
Cloudburst in Himachal: હિમાચલ પ્રદેશમાં મૂશલધાર વરસાદે વિનાશ કર્યો છે. નદીઓમાં પાણીના પ્રાણચ પ્રવાહને લીધે 2 પુલ ધરાશાયી થયા છે. અને અનેક મકાનો અને ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. એટલું જ નહીં નદીઓમાં પુષ્કળ પાણીની આવકથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઇમરજન્સી ડીપાર્ટમેન્ટ અનુસાર NH 305 અને NH 505 સહિત કુલ 325 નાં મોત રસ્તાઓ બંધ છે. જેમાં 179 રસ્તાઓ મંડી અને 71 જિલ્લાઓ કુલ્લૂમાં છે. બુધવાર સવારે સરકુલર રોડ પર એક ઝાડ પડવાને લીધે સ્કૂલના વિદ્યાર્થીઓ અને ઓફિસએ જતાં લોકોને પણ ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
શિમલા અને સ્પીતિમાં વિનાશ
શિમલાના ગાનવી રામપુરમાં ધોધમાર વરસાદથી હાલાકી સર્જાઇ છે. અનેક મકાનો અને ઘરમાં પૂર્ણ પાણી ફરી વળ્યા છે. શિમલમાં ભારે વરસાદને લીધે એક બસ સ્ટેન્ડ આખું ડૂબી ગયું હતું અને આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાને લીધે ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત 2 પુલ તૂટી જવાને કારણે કૂટ અને કયાવ પંચાયત સંપર્ક વિહોણું બન્યું છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ADVERTISEMENT
તો લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં માયાડ ઘાંટીમાં વાદળ ફટવાની ઘટનાને અચાનક બની અને પછી ત્યાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. અંહીયા કરપટ, ચાંગુત અને ઉદગોશ કેનાલમાં 2 પૂલ વધુ વહી ગયા છે. કરપટ ગામમાં જોખમની આશંકાને પગલે લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. એક સ્થાનિક રંજીત લાહૌલી ના જણાવ્યા મુજબ તેમની લગભગ 10 વીઘા ખેતી લાયક જમીન આ પૂરને કારણે બરબાદ થઈ ગઈ છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
ADVERTISEMENT
ભારતના હવામાન વિભાગ (IMD) એ થોડા દિવસો પહેલા જ આ રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ગુરુવારના રોજ ચંબા, કાંગડા અને મંડી જિલ્લાના અમુક ભાગમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તો શુક્રવારના રોજ રવિવાર સુધી 6 જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વધુ વાંચો: પહેલા ઉત્તરકાશી પછી હિમાચલ પ્રદેશ અને હવે જમ્મુ કાશ્મીર, વધુ એક વાદળ ફાટવાની ઘટના
ADVERTISEMENT

હવામાન વિભાગ (IMD) એ આવનાર થોડા દિવસો માટે રાજ્ય માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારના રોજ ચંબા, કાંગડા અને મંડી જિલ્લાના અમુક વિસ્તારમાં ભરેથી અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.