બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કિશ્તવાડમાં વાદળ ફાટતા 32થી વધુ લોકોના મોત અને 120 ઘાયલ, CISFના બે જવાન શહીદ

કુદરતી આફત / કિશ્તવાડમાં વાદળ ફાટતા 32થી વધુ લોકોના મોત અને 120 ઘાયલ, CISFના બે જવાન શહીદ

Last Updated: 07:13 PM, 14 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં માચૈલ માતા મંદિર પાસે કુદરતે તબાહી મચાવી હતી. અહીં વાદળ ફાટવાથી 40 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 50 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મચેલ માતા મંદિર પાસે ગુરુવારે પ્રકૃતિનો પ્રચંડ કહેર જોવા મળ્યો. અચાનક વાદળ ફાટવાના કારણે ભારે પૂર આવી ગયું, જેમાં અનેક લોકોનાં જીવ ગયા અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ ફસાઈ ગયા છે.

Jammu Kashmir

વાદળ ફાટ્યું, 40નાં મોત

ચિશોતી વિસ્તારમાં હિમાલય પર આવેલ માતા ચંડીના મંદિરની યાત્રા દરમિયાન આ ઘટના બની. અત્યાર સુધીમાં 40 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને 50થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.

મોટી બચાવ કામગીરી શરૂ

આ ઘટના અંગે જાણ થતાં જ રાહત અને બચાવ દળોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. હેલિકોપ્ટર, SDRF અને સેનાની ટુકડીઓ દ્વારા મોટા પાયે ઑપરેશન ચાલી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રીનું નિવેદન

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે આ ઘટના ભારે જાનહાનિનું કારણ બની શકે છે. તેમણે ખાતરી આપી કે પ્રશાસન તરત હરકતમાં આવ્યું છે અને તમામ બચાવ ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે.

CISFના જવાન પણ શહીદ

આ ઘટનામાં CISFના બે જવાન પણ શામેલ છે. 120થી વધુ લોકો ઘાયલ છે. ઘાયલોને નજીકના હોસ્પિટલો અને આર્મી કેમ્પમાં સારવાર આપવામાં આવી રહી છે.

વધુ વાંચો : પહેલા ઉત્તરકાશી પછી હિમાચલ પ્રદેશ અને હવે જમ્મુ કાશ્મીર, વધુ એક વાદળ ફાટવાની ઘટના

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન મોદીએ આ આપત્તિ પર ગંભીર ચિંતા અને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે,

બધા અસરગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના છે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાતમંદોને દરેક શક્ય મદદ મળશે.

જિલ્લા પ્રશાસન હાઇઅલર્ટ પર

વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કન્ટ્રોલ રૂમ અને હેલ્પડેસ્ક સક્રિય કરી દેવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં હાઇઅલર્ટ જાહેર છે અને વિશેષ પોલીસ ટીમોને તૈનાત કરવામાં આવી છે, જેથી આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકે.

હવામાન વિભાગની ચેતવણી જાહેર

વાદળ ફાટ્યનાની ઘટના બાદ શ્રીનગર હવામાન કેન્દ્રે જણાવ્યું છે કે, 'આગામી 4-6 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા, શ્રીનગર, ગાંદરબલ, બડગામ, પૂંચ, રાજૌરી, રિયાસી, ઉધમપુર, ડોડા, કિશ્તવાડના પહાડી વિસ્તારો, કાઝીગુંડ-બનિહાલ-રામબન ધરીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kishtwar cloudburst JammuKashmir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ