બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'હનુમાન ભક્ત છે ટ્રાય તો કર' શાકભાજી વાળાને લાગી 11 કરોડની લોટરી, 1 કરોડ મિત્રની દીકરીઓને આપશે
Last Updated: 10:12 AM, 5 November 2025
ભરોસો હોય તો ભગવાન ગમે તે રીતે મદદ કરી દેતો હોય છે. ડૂંગળી-બટાકા વેચી રહેલા એક હનુમાન ભક્તનું નસીબ એવું જોર કરી ગયું કે તેને લાખ બે લાખ નહીં પરંતુ સીધી 11 કરોડની લોટરી લાગી હતી. રાજસ્થાનના જયપુરના અમિત સેહરા નામના એક ફેરિયાને 11 કરોડની લોટરી લાગી હતી.
ADVERTISEMENT
#WATCH | Chandigarh: Amit Sehara from Rajasthan wins Rs 11 Crore in Punjab Lottery Result Diwali Bumper Prize 2025, says, "... I can't express my happiness. I thank the Punjab government and the lottery agency. All my grief and sorrows have vanished today. I have won Rs 11… pic.twitter.com/jHyfWyfLcp
— ANI (@ANI) November 4, 2025
ટીકિટ ખરીદવાનો વિચાર કેવી રીતે આવ્યો?
ADVERTISEMENT
જયપુર જિલ્લાના કઠપુતલી ગામના અમિત સેહરા શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તે તેના કાકા સાથે મોગા ફરવા આવ્યો હતો. તેઓ ભટિંડામાં ચા પીવા માટે રોકાયા હતા. તેનો મિત્ર મુકેશ પણ તેની સાથે હતો. મુકેશે અમિતને કહ્યું હતું કે તું હનુમાનનો ભક્ત છે એટલે એક લોટરીની ટીકિટ ખરીદી લે, નસીબ હશે તો લોટરી લાગી જશે. અમિતે મુકેશ પાસેથી પૈસા ઉછીના લીધા અને બે ટિકિટ ખરીદી. તેણે એ પણ વચન આપ્યું કે જો તે 11 કરોડ રૂપિયા જીતશે, તો તે તેની દીકરીઓને 1 કરોડ રૂપિયા આપશે.
ਆਹ ਹੁੰਦੀ ਕਿਸਮਤ, ਸਬਜ਼ੀ ਵੇਚਣ ਵਾਲੇ ਦੀ ਲੱਗ ਗਈ 11 ਕਰੋੜ ਦੀ ਲਾਟਰੀ, ਲੋਟਰੀ ਲੈਣ ਤੱਕ ਦੇ ਨਹੀਂ ਸੀ ਪੈਸੇ ਅਤੇ ਜਦੋਂ ਲੱਗ ਗਈ ਤਾਂ ਲੋਟਰੀ ਦੇ ਪੈਸੇ ਲੈਣ ਆਉਣ ਲਈ ਨਹੀਂ ਸੀ ਕਰਾਇਆ #lottery #11crore pic.twitter.com/wTXmy2Wikf
— Sumit &ingh (@imsumitsinghs) November 4, 2025
ADVERTISEMENT
લોટરીના પૈસા લેવા ચંદીગઢ આવ્યો અમિત
તેનો આખો પરિવાર આજે લોટરી જીતેલા પૈસા લેવા માટે ચંદીગઢ આવ્યો હતો. તેની પત્ની અને બે બાળકો પણ તેની સાથે હતા. અમિત સેહરા કોઈ કામ માટે ભટિંડા આવ્યો હતો. ત્યાં જ તેણે લોટરી ટિકિટ ખરીદી હતી. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેનું નસીબ આટલી ઝડપથી બદલાઈ જશે.
ADVERTISEMENT
એક પત્નીને નામે બીજી પોતાને નામે ખરીદી લોટરની ટીકિટ
લોટરી વિજેતાએ કહ્યું કે તેણે બે ટિકિટ ખરીદી છે, એક તેના નામે અને બીજી તેની પત્નીના નામે. તેની પત્નીના નામે ટિકિટ પર પણ 1,000 રૂપિયાનું ઇનામ જીત્યું. કુલ ઇનામ 11 કરોડ 1 હજાર રૂપિયા જીત્યા છે.
ADVERTISEMENT
મિત્રની દીકરીઓને આપશે 1 કરોડ
ADVERTISEMENT
કહાની આટલેથી પૂરી થતી નથી પરંતુ લોટરી જીત્યા બાદ અમિતે તેના મિત્ર મુકેશને તેની દીકરીઓને 1 કરોડ આપવાની પણ વાત કરી છે. મુકેશે જ અમિતને લોટરીની ટીકિટ ખરીદવાનું કહ્યું હતું. મુકેશે કહ્યું, "મારા મિત્ર અમિતે મને કહ્યું હતું કે જો તે લોટરી જીતશે, તો તે મારી દીકરીઓને 1 કરોડ રૂપિયા આપશે, અને હવે તે પોતાનું વચન પૂર્ણ કરી રહ્યો છે. ભગવાન દરેકને આવો મિત્ર આપે. આપણો સંબંધ ભાઈઓ જેવો છે અને હંમેશા અતૂટ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.